Hasim Amla દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના પૂર્વ અનુભવી બેટ્સમેન હાશિમ અમલાએ આજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. અમલાદક્ષિણ આફ્રિકાનો શ્રેષ્ઠ બેટ્સમેન રહ્યો છે અને 2022 માં કાઉન્ટી ચેમ્પિયનશિપ જીતનાર સરે ટીમનો ભાગ હતો. તેણે 2004 અને 2019 વચ્ચે દક્ષિણ આફ્રિકા માટે તમામ ફોર્મેટમાં 18,672 રન બનાવ્યા.
અમલાની ટેસ્ટ કારકિર્દી કેવી રહી?
અમલાએ દક્ષિણ આફ્રિકા માટે 124 ટેસ્ટની 215 ઇનિંગ્સમાં 46.64ની એવરેજથી 9,282 રન બનાવ્યા છે. જેમાં ચાર બેવડી સદી સહિત 28 સદી અને 41 અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 311* રહ્યો છે. જેક કાલિસ (13,206) પછી તે આફ્રિકા માટે બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. અમલાએ 2005માં ભારતીય ક્રિકેટ ટીમ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને તેની છેલ્લી ટેસ્ટ ફેબ્રુઆરી 2019માં શ્રીલંકા સામે રમી હતી.
ODI અને T20 માં અમલાનું પ્રદર્શન કેવું રહ્યું છે?
અમલાએ દક્ષિણ આફ્રિકા માટે 181 વનડેની 178 ઇનિંગ્સમાં 49.46ની એવરેજથી 8,113 રન બનાવ્યા છે. જેમાં 27 સદી અને 39 અડધી સદી સામેલ છે. તે કાલિસ (11,550) અને એબી ડી વિલિયર્સ (9,427) પછી ODI ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા માટે ત્રીજા સૌથી વધુ સ્કોરર છે. સદીના મામલામાં આમલા ટોપ પર છે. તેણે 44 T20 મેચોમાં 33.60ની સરેરશથી 1,277 રન બનાવ્યા. તેમાં આઠ અર્ધસદીનો પણ સમાવેશ થાય છે.
અમલાના નામે નોંધાયેલા રેકોર્ડ
અમલાના નામે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 2,000, 3,000, 4,000, 5,000 અને 6,000 રન બનાવનાર દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ પણ છે. વર્ષ 2017માં તેણે સૌથી ઝડપી 7000 રન પૂરા કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. આ રેકોર્ડ ક્રિકેટના આ ફોર્મેટમાં તેની સાતત્ય દર્શાવે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2017માં તે છઠ્ઠો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તે દરમિયાન તેણે બે સદી પણ ફટકારી હતી.
વન ડેમાં બેવડી સદી ફટકારનારા ભારતીયો
- ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે વન ડેમાં ભારત તરફથી સૌથી પ્રથમ બેવડી સદી ફટકારી હતી. સચિને 2010માં ગ્વાલિયરમાં સાઉથ આફ્રિકા સામે 200 રનની ઈનિંગ રમી હતી.
- સચિન બાદ સેહવાગે 2011માં ઈન્દોરમા વેસ્ટ ઈન્ડિઝ સામે 219 રનની ઈનિંગ રમી હતી.
- જે બાદ સળંગ ત્રણ વખત રોહિત શર્માએ બેવડી સદી ફટકારી હતી. રોહિત શર્માએ 2013માં બેંગ્લુરુમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રન, 2014માં શ્રીલંકા સામે કોલકાતામાં 264 રન અને 2017માં ફરી શ્રીલંકા સામે મોહાલીમાં 208 રનની ઈનિંગ રમ્યો હતો.
- 2022માં ઈશાન કિશને બાંગ્લાદેશ સામે 210 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.
- જે બાદ 18 જાન્યુઆરી, 2023ના રોજ શુબમન ગિલે હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામે 208 રનની ઈનિંગ રમી.