Women's World Cup 2025: દક્ષિણ આફ્રિકાની ઓપનિંગ બેટ્સમેન તાજમીન બ્રિટ્સ હાલમાં મહિલા વર્લ્ડ કપ 2025માં પોતાના બેટથી ધૂમ મચાવી રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તેણીએ તેની ટીમને જીત અપાવી હતી.  તેણે ઘણા મોટા રેકોર્ડ પણ તોડ્યા હતા. છેલ્લા પાંચ વનડેમાં તેની આ ચોથી સદી છે, જે એક ઐતિહાસિક સિદ્ધિ છે.

Continues below advertisement

87 બોલમાં ઝડપી સદી

કોલંબોના મેદાન પર ન્યૂઝીલેન્ડ સામે બ્રિટ્સે માત્ર 87 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણીએ 89 બોલની ઇનિંગમાં 15 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. તેણીની ઇનિંગે દક્ષિણ આફ્રિકાની ઇનિંગનો મજબૂત પાયો નાખ્યો અને ટીમે 7 વિકેટથી મેચ જીતી હતી.

Continues below advertisement

5 મેચમાં ચોથી સદી

આ સમયગાળાને 34 વર્ષીય તાજમીન બ્રિટ્સની કારકિર્દીનો સુવર્ણકાળ કહી શકાય. તેણીએ વેસ્ટ ઇન્ડીઝ સામે 101 રન બનાવ્યા હતા. તેણીએ પાકિસ્તાન પ્રવાસ પર 101 અને અણનમ 171 રનની શાનદાર ઇનિંગ રમી અને હવે તેણીએ ન્યૂઝીલેન્ડ સામે વધુ એક શાનદાર સદી ફટકારી છે. તેના પ્રદર્શનથી દક્ષિણ આફ્રિકાની ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે.

સૌથી ઓછી ઇનિંગ્સમાં 7 સદીનો રેકોર્ડ

આ સાથે તાજમીન બ્રિટ્સે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણીએ માત્ર 41 ઇનિંગ્સમાં 7 વન-ડે  સદી ફટકારી છે. અગાઉ, આ રેકોર્ડ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગના નામે હતો, જેમણે 44 ઇનિંગ્સમાં 7 સદી ફટકારી હતી. બ્રિટ્સે આ રેકોર્ડ ત્રણ ઇનિંગ્સ પહેલા તોડ્યો હતો.

સ્મૃતિ મંધાનાનો રેકોર્ડ પણ તોડ્યો

ભારતની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વન-ડે સદી (4) નો રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ હવે તાજમીન બ્રિટ્સે તેને વટાવી દીધો છે. બ્રિટ્સે 2025માં તેની 5મી સદી ફટકારીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. મંધાનાએ 2024માં ચાર સદી ફટકારી હતી અને હવે 2025માં ચાર સદી ફટકારી છે.

તાઝમીન બ્રિટ્સનું ફોર્મ દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ માટે વરદાન રહ્યું છે. ઇંગ્લેન્ડ સામેની શરૂઆતમાં મળેલી હાર બાદ તેણીએ ટીમને મજૂબતી આપી હતી. જો તેણીનું ફોર્મ ચાલુ રહેશે તો તે દક્ષિણ આફ્રિકાની પ્રથમ મહિલા વર્લ્ડ કપ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.