નવી દિલ્હીઃ આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. જ્હોનિસબર્ગમાં ભારતીય ટીમે સેન્ચૂરિયનની જેમ વિજય મેળવવા ફરીથી મેદાનમાં ઉતરશે, કેમ કે જ્હોનિસબર્ગની પીચ ભારતીય બેટ્સમેનો માટે આશીર્વાદ રૂપ બની શકે છે. રિપોર્ટ અનુસાર અહીં ભારતીય ટીમ છેલ્લા 30 વર્ષથી હારી નથી. ભારત અને આફ્રિકા મેચને લઇને જ્હોનિસબર્ગમાં હવામાનને લઇને મોટા સમાચાર આવ્યા છે.


કેવુ રહેશે હવામાન-
સેન્ચ્યુરિયનની જેમ, જોહાનિસબર્ગ ટેસ્ટમાં પણ હવામાનની દખલગીરી જોવા મળશે. હવામાના રિપોર્ટ અનુસાર, અહીં સોમવાર એટલે કે 3 જાન્યુઆરીએ પ્રથમ દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. રિપોર્ટ એવા પણ છે કે, પ્રથમ દિવસ બાદ બાકીના ચાર દિવસો માટે વરસાદ અથવા વાવાઝોડાની આગાહી છે. તેથી તમામ સંભાવનાઓમાં આપણે કેટલા સેશનમાં ઘટાડો જોઈ તો નવાઈ નહીં.


જોહાનિસબર્ગ ટેસ્ટ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન-
કેએલ રાહુલ
મયંક અગ્રવાલ
ચેતેશ્વર પુજારા
વિરાટ કોહલી (કેપ્ટન)
અજિંક્યે રહાણે
ઋષભ પંત (વિકેટકીપર)
શાર્દૂલ ઠાકુર
રવિચંદ્રન અશ્વિન
મોહમ્મદ શમી
જસપ્રીત બુમરાહ
મોહમ્મદ સિરાજ


ટેસ્ટ સીરિઝનું શિડ્યુલઃ


પ્રથમ ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી ટેસ્ટઃ 3-7 જાન્યુઆરી, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી ટેસ્ટઃ 11-15 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)


વન-ડે સીરિઝનું શિડ્યુલઃ


પ્રથમ મેચઃ 19 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી મેચઃ 21 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી મેચઃ 23 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)


આ પણ વાંચો..........


CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી


IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ


નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ..............


વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા


UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા