Digital Payment: ભારત ડિઝિટલ પેમેન્ટ સેગમેન્ટમાં મોટાભાગના દેશથી આગળ છે. યુપીઆઇ એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસે આ ગ્રોથને વધારવામાં મદદ કરી છે. અનેક મામલામાં રોકડથી પેમેન્ટ કરવાના બદલે આ રીતે પેમેન્ટ કરવું ખૂબ સરળ છે. જોકે, પેમેન્ટ કરવા માટે તેને એક એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર હોય છે. તમે કલ્પના કરો કે તમે એવા સ્થળ પર છો જ્યાં ઇન્ટરનેટ નથી અને તમારી પાસે પેમેન્ટ કરવા માટે રોકડ રકમ પણ નથી. એવામાં તમે પણ કોઇ પણ પ્રકારની સમસ્યા વિના ઓછા કવરેજ નેટવર્કની સાથે પેમેન્ટ કરી શકો છો.


 તમે તમારા ફોનના માધ્યમથી યુએસએસડી કોડનો ઉપયોગ કરીને ઓનલાઇન મોડમાં યુપીઆઇનો ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને *99# સેવા તમામ મોબાઇલ યુઝર્સ માટે શરૂ કરવામાં આવી હતી. આ સ્માર્ટફોન અને ફિચર ફોન બંન્નેને સપોર્ટ કરે છે. સાથે જ યુપીઆઇ પેમેન્ટ કરવા માટે ફોન નંબર તમારા બેન્ક એકાઉન્ટ સાથે લિંક હોવો જોઇએ.


સ્માર્ટફોન યુઝર્સ માટે ઓફલાઇન યુપીઆઇ વધુ જરૂરી નથી કારણ કે યુપીઆઇ એપ્સ જેવા કે ફોન પે, ગુગલ પે વગેરેનો ઉપયોગ કરી શકો છો. જોકે. ફીચર ફોન યુઝર્સ યુપીઆઇનો ઉપયોગ કરવા માટે * 99 # યુએસએસડી કોડનો લાભ ઉઠાવી શકે છે. સાથે જ આ ફીચર ઇન્ટરનેટની સમસ્યાનો સામનો કરી રહેલા સ્માર્ટફોન યુઝર્સ માટે સારું છે.


સૌ પ્રથમ પોતાના ફોનમાં કીપેડથી *99# ટાઇપ કરો અને કોલ કરો.  બાદમાં તમારી સામે અનેક ઓપ્શન આવશે. પ્રથમ ઓપ્શન "Send Money" હશે તો એક ડાયલ કરો. હવે તમને પૂછવામાં આવશે કે તમે પૈસા ક્યાં અને કેટલા મોકલવા માંગો છો. જેમ કે મોબાઇલ નંબર, UPI ID પર, IFSC કોડ થી કે પથી કોઇ અગાઉથી સેવ બેનિફિશરીને.


હવે આમાંથી કોઇ ઓપ્શન સિલેક્ટ કરીને ડિટેઇલ્સ ભરી દો અને સેન્ડ પર ટેપ કરી દો. હવે રકમ નાખો અને સેન્ડ કરી દો. હવે રિમાર્ક નાખો. બાદમા તમને યુપીઆઇ પિન પૂછશે. તેના ટેપ કરો અને મોકલી દો. હવે પેમેન્ટ થઇ ગયું છે.


 


વૉટ્સએપ વાપરનારાઓ માટે ખુશખબર, 2022માં આ પાંચ કામના ફિચર્સ આવી રહ્યાં છે તમારા માટે, જુઓ લિસ્ટ..........


Low Price Sunroof Cars: આ છે સનરૂફવાળી સસ્તી કાર્સ, તમારા માટે હોઇ શક છે બેસ્ટ ઓપ્શન


New Year 2022: નવા વર્ષમાં શનાયા કપૂર સહિતના આ સ્ટાર કિડસ કરશે બોલિવૂડમાં ડેબ્યૂ


વેબસીરીઝના શોખીનો થઇ જાઓ તૈયાર, 2022માં ધૂમ મચાવવા આવી રહી છે આ પાંચ ખતરનાક Web Series, જાણી લો રિલીઝ ડેટ.............