નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના સ્ટાર ક્રિકેટર ફાક ડૂ પ્લેસીસે ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક સન્સાય લેવાની જાહેરાત કરી દીધી છે. તેને બુધવારે સોશ્યલ મીડિયા પર પોતાના આ ફેંસલાની જાણકારી આપી. તેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ લખી કે મારુ દિલ આ નિર્ણય માટે એકદમ સ્પષ્ટ છે. આ નવી શરૂઆત કરવા માટે બિલકુલ યોગ્ય સમય છે.


સાઉથ આફ્રિકન ટીમના પૂર્વ કેપ્ટન ફાક ડૂ પ્લેસીસ હવે આગામી ટી20 વર્લ્ડકપની તૈયારીઓ કરવા માગે છે. સાઉથ આફ્રિકાના મીડિયા પ્રમાણે ફાક ડૂ પ્લેસીસે આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાન વિરુદ્ધ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. 36 વર્ષીય ફાક ડૂ પ્લેસીસે વર્ષ 2012માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડ ઓવલમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ, જ્યાં તેને બીજી ઇનિંગમાં 375 બૉલમાં 110 રનની અણનમ શતકીય ઇનિંગ રમી હતી.



ઉલ્લેખનીય છે કે ફાક ડૂ પ્લેસીસ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે, પરંતુ ટી20 સાથે આઇપીએલ જેવી લીગ રમવાની ચાલુ રાખશે. તેના અંગે હજુ કોઇ ખુલાસો કરાયો નથી. ફાક ડૂ પ્લેસીસ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ધોનીનો સાથીદાર છે, અને ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમાંથી રમી રહ્યો છે

ફાક ડૂ પ્લેસીસની ટેસ્ટ કેરિયર.....

ફાક ડૂ પ્લેસીસે દક્ષિણ આફ્રિકા માટે 69 ટેસ્ટમાં 40થી વધુની એવરેજતી 4163 રન બનાવ્યા હતા, તેને આ ફોર્મેટમાં કુલ 10 સદી અને 21 અડધીસદી પણ ફટકારી છે.