નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને ચોથી અને છેલ્લી મેચમાં હરાવીને સીરીઝને 3-1થી પોતાના નામે કરી લીધી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ સીરીઝ પુરી થવાની સાથે જ સાઉથ આફ્રિકા માટે એક દુઃખ સમાચાર સામે આવ્યા છે. સાઉથ આફ્રિકાના ઘાતક બૉલર વર્નોન ફિલાન્ડરે ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે.

ફિલાન્ડરે આ પહેલા આફ્રિકા માટે ત્રણેય ફોર્મેટમાં 97 મેચ રમી છે અને 261 વિકેટ લીધી છે. ફિલાન્ડરે 2011માં ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતુ.

ખાસ વાત એ છે કે છેલ્લી મેચ વર્નોન ફિલાન્ડર માટે દુઃખ રહી, કેમકે છેલ્લી મેચમાં તે પોતાની ટીમને જીત ના અપાવી શક્યો, છેલ્લી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને માત આપી હતી.



ઇંગ્લેન્ડ સામેની છેલ્લ ટેસ્ટમાં ફિલાન્ડર પહેલી ઇનિંગમાં બે વિકેટ મળી, અને બીજી ઇનિંગમાં એકપણ વિકેટ ના મળી. બીજી ઇનિંગમાં તેને માત્ર 1.3 ઓવર જ બૉલિંગ કરી, કેમકે તેને ઇજાના કારણે મેદાનમાંથી બહાર જવુ પડ્યુ હતુ.



આ મેચમાં ફિલાન્ડર પર મેચ ફીનો 15 ટકા દંડ પણ થયો, કેમકે તે ઇંગ્લિશ બેટ્સમેન જોસ બટલરને આઉટ કર્યા બાદ ખરાબ રીતે જશ્ન મનાવ્યો હતો.