ડર્બનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હાલમાં ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. આ ટેસ્ટ સીરિઝની અધવચ્ચેથી દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડિકોકે ટેસ્ટ ક્રિકેટમાં નિવૃત્તિની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા છે.  ભારત સામે રમાયેલીપહેલી  ટેસ્ટ ટીમમાં રમેલા ડીકોકે મેચ પત્યા પછી અચાનવત નિવૃત્તિ લઈ લીધી.  આ ટેસ્ટ ભારતે 113 રને જીતી હતી.


પ્રથમ ટેસ્ટ પછી ડિકોક પેટરનિટી લીવ લેવાનો હતો અને બીજી અને ત્રીજી ટેસ્ટમાં આરામ કરવાનો હતો. તેના બદલે અચાનક ચાલુ સિરીઝમાંથી તેણે નિવૃત્તિ લઈ લેતાં બધાને નવાઈ લાગી છે. ડીકોક આફ્રિકાનો નંબર વન વિકેટકીપર હોવા છતાં  તેણે 29 વર્ષની વયે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું છે.ડીકોકની પત્નિ પ્રેગનન્ટ હોવાથી ડિકોક ટૂંક સમયમાં જ ફરી પિતા બનશે.


ડિકોકે કહ્યું હતું કે, હવે હું મારા પરિવાર સાથે વધારે સમય વિતાવવા માગું છું. આ કારણે મેં ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય લેવો સરળ નહોતો અને  મેં ઘણું વિચાર્યું હતું.  ભવિષ્યની તમામ ગણતરીઓ કર્યા પછી આ નિર્ણય લીધો છે. ડીકોકે સ્પષ્ટતા કરી કે, મે ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી છે. વન-ડે અને ટી-20 મેચમાં રમતો રહીશ.


ડિકોકે કહ્યું હતું કે મેં વિચાર્યું કે હવે મારે કઈ વસ્તુઓને પ્રાથમિકતા આપવી જોઈએ. મારી પત્નિ  સાશા અને મેં અમારાં બાળકો અને પરિવારનું વિચારીને આ નિર્ણય લીધો છે. મારો પરિવાર મારા માટે બધું છે. હું એવું ઈચ્છું છું કે પરિવાર માટે મારી પાસે સમય હોય અને તેની સાથે હું સારો સમય વિતાવી શકું.


ડીકોકે  ઓસ્ટ્રેલિયા સામે 2014માં પહેલ ટેસ્ટ રમીને ડેબ્યુ કર્યું હતું. ડીકોકે 54 ટેસ્ટમાં 38.82ની એવરેજથી 3300 રન બનાવ્યા છે, જેમાં 6 સદી અને 55 અડધી સદીનો સમાવેશ થાય છે. 141 રનની ઈનિંગ્સ તેની સર્વશ્રેષ્ઠ ઈનિંગ છે. વિકેટકીપિંગમાં તેણે 221 કેચ કર્યા અને 11 સ્ટમ્પિંગ કર્યા છે. ડિકોકે નિવૃત્તિ સમયે તમામ લોકોનો આભાર માન્યો હતો.