ટી-20નું ફોર્મેટ એવું છે કે તેમા દરેક બોલની કિંમત હોય છે. ક્રિકેટના આ નાના ફોર્મેટમાં બેટ્સમેન દરેક બોલ પર રન લેવાનો પ્રયાસ કરે છે. આ ફોર્મેટમાં કોઈ પણ બેટ્સમેન એવું જ ઈચ્છે છે કે ડોટ બોલ ન જાય. તેની વિપરિત જો કોઈ બોલર ડોટ બોંલ ફેકે તો તેને સૌથી શ્રેષ્ટ બોલર માનવામાં આવે છે. વર્તમાન સમયામાં આઈપીએલને ટી-20 ફોર્મેટનું સૌથી મોટુ માધ્યમ માનવામાં આવે છે. આઈપીએલમાં સૌથી વધુ ડોટ બોલ નાખવામાં ભારતનો દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ મોખરે છે.
1. હરભજન સિંહ
ભારતના આ દિગ્ગજ બોલરે આઈપીએલમાં 163 મેચ રમ્યા છે. જેમા 160 મેચમાં તેમને બોલિંદ કરવાનો મોકો મળ્યો છે. તેમા તેમણે 1268 ડોટ બોલ ફેંકી છે. આ IPLમાં કોઈપણ બોલર દ્વારા ફેંકવામાં આવેલી સૌથી વધુ ડોટ બોલ છે. આ ઉપરાંત હરભજને IPLમાં 7.07ની એવરેજથી રન આપ્યા છે. તેમના નામે 150 વિકેટો પણ છે.
2. ભુવનેશ્વર કુમાર
ભારતીય ટીમનો આ ફાસ્ટ બોલર હરભજન સિંહથી માત્ર એક બોલ પાછળ છે. તેણે આઈપીએલમાં અત્યાર સુધીમાં 1267 ડોટ બોલ ફેંક્યા છે. IPL 2022માં ભુવનેશ્વર આ લિસ્ટમાં ટોપ પર પહોંચી જશે. ભુવનેશ્વર કુમારે અત્યાર સુધી 132 IPLમેચમાં 142 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 7.30 રહી છે.
3. આર અશ્વિન
ટીમ ઈન્ડિયાનો સૌથી વિશ્વાસપાત્ર અને મેચ વિનર સ્પિનર આર અશ્વિન પણ આ લિસ્ટમાં કોઈનાથી પાછળ નથી. તેણે IPLમાં 1265 ડોટ બોલ ફેંક્યા છે. આર અશ્વિને IPLની 167 મેચોમાં 6.91ના ઇકોનોમી રેટથી 145 વિકેટ લીધી છે.
4. સુનીલ નરેન
વેસ્ટ ઈન્ડિઝનો સુનીલ નરેન આ યાદીમાં ચોથા સ્થાને છે. આઈપીએલમાં તેણે અત્યાર સુધીમાં 1249 ડોટ બોલ ફેંક્યા છે. તેણે IPLની 134 મેચોમાં 6.74ની બોલિંગ એવરેજથી 143 વિકેટ લીધી છે. આ IPLમાં તે ભુવનેશ્વર અને અશ્વિનને જોરદાર ટક્કર આપશે.