નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન દરમિયાન એક ચેન્નાઇ સુપર કિંગ્સનો દિગ્ગજ ખેલાડી દુઃખી થયો છે. સાઉથ આફ્રિકાનો સ્ટાર સ્પિનર ઇમરાન તાહિર પોતાના જ દેશના ખેલાડી અને આઇપીએલમાં સીએસકેની ટીમના સાથી ખેલાડીને લઇને દુઃખી થયો છે. ખરેખરમાં, ફાક ડૂ પ્લેસીસને સાથી ખેલાડીઓ માટે ડ્રિક્સ લઇને જતો જોઇને ઇમરાન તાહિર દુઃખી થયો હતો.


સાઉથ આફ્રિકાના દિગ્ગજ ઇમરાન તાહિરને આઇપીએલ 2020માં હજુ સુધી એકપણ મેચ રમવાનો મોકો નથી મળ્યો. ટીમના ખરાબ પ્રદર્શન બાદ લાગી રહ્યું છે કે તેને નેક્સ્ટ મેચમાં મોકો મળી શકે છે. ભારતીય સ્પિનર આર અશ્વિનની સાથે યુટ્યૂબ પર વાત કરતા ઇમરાન તાહિરે કહ્યું-બેસ્ટ ટીમ, મારા દિલથી ચેન્નાઇ છે. હું આખી દુનિયામાં રહ્યો છુ, મે ક્યારેય કોઇ ફ્રેન્ચાઇઝી તરફથી આટલુ સન્માન નથી જોયુ. મે ક્યારેય મારા પરિવારની આટલી સારી રીતે સંભાળ લેતા નથી જોયુ, ચેન્નાઇના પ્રસંશક પણ અવિશ્વસનીય રીતે પ્રેમ છે.

ફાઇલ તસવીર

પાકિસ્તાની મૂળના ઇમરાન તાહિરે કહ્યું- મારી પાસે કોઇ સુરાગ નથી, આ પહેલા, ફાક ડુ પ્લેસીસને આખી સિઝનમાં ડ્રિંક્સ લઇને જવુ પડતુ હતુ, આ દુઃખદાયક હતુ, હું આ વર્ષે કરી રહ્યો છુ, ટી20 ક્રિકેટમાં તેની શાનદાર એવરેજ છે. મને વાસ્તવમાં અંદાજો થઇ ગયો કે તે કેવુ અનુભવી રહ્યો છે, હું પણ તેની સાથે વાત કરી રહ્યું છે, જોકે ઇમરાન તાહિરને આશા છે કે કમ સે કમ તેને એક મેચમાં મોકો તો જરૂર મળશે.