નવી દિલ્હીઃ ભારતના ફાસ્ટ બૉલર એસ શ્રીસંતની ક્રિકેટમાં વાપસી થઇ ચૂકી છે. આ માટે તેને સાત વર્ષ સુધી લાંબી લડાઇ લડવી પડી. શ્રીસંતે મુંબઇમાં પોંડુચેરી વિરુદ્ધ સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં કેરાલા તરફથી મેચ રમી. આ મેચમાં તેને શાનદાર પ્રદર્શન કર્યુ છે. તેનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. શ્રીસંતે ફેન્સનો પણ આભાર માન્યો હતો.

શ્રીસંતે ટ્વીટર પર લખ્યું- તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભાર.... આ તો બસ શરૂઆત છે, તમારી દુઆઓની મને હજુ પણ જરૂર છે. તમને અને તમારા પરિવારને ઘણીબધી રિસ્પેક્ટ..



ઉલ્લેખનીય છે કે શ્રીસંતે આ પહેલા એક વિકેટ લીધી, તેને વિપક્ષી ટીમના ઓપનર બેટ્સમેન ફાવિદ અહેમદને ક્લિન બૉલ્ડ કરી દીધો. તેને ક્રિકેટના મેદાન પર વાપસી કરતા પીચને હાથ જોડીને ધન્યાવાદ પણ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આઇપીએલમાં સ્પૉટ ફિક્સિંગમાં કથિત સંડોવણીને લઇને બીસીસીઆઇએ શ્રીસંત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સ્ટેટ ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કેરાલાની ટીમના ખેલાડીઓની યાદીમાં તેને સામેલ કરવામાં આવ્યો છે. શ્રીસંત પરનો સાત વર્ષનો પ્રતિબંધ ગયા સપ્ટેમ્બરે ખતમ થયો છે, અને હવે આ તેની પ્રથમ ઘરેલુ ટૂર્નામેન્ટ છે.