નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ શરૂ થવાને અંદાજિત પાંચ સપ્તાહ જેટલો સમય બચ્યો છે ત્યારે તે અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ વિવાદનો સામનો કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર સાઇમન કેટિચે સનરાઇઝર્સ હૈદરાબાદના આસિસ્ટન્ટ કોચના પદેથી રાજીનામું આપી દીધું છે. સાઇમન કેટિચે તાજેતરમાં જ હૈદરાબાદનું આસિસ્ટન્ટ કોચનું પદ સંભાળ્યું હતું. તેમણે ટીમ પર આરોપ લગાવ્યો હતો કે મેગા ઓક્શનમાં પૂર્વ નિર્ધારિત યોજનાઓને નજરઅંદાજ કરી દેવામાં આવી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદે આ ઓક્શનમાં 20 ખેલાડીઓને સામેલ કર્યા છે. સાઇમન કેટિચે સનરાઇઝર્સ ટીમ પર આરોપ લગાવતા પોતાનું પદ છોડ્યું હતું. રિપોર્ટ અનુસાર કેટિચે ફ્રેન્ચાઇઝી પર મેગા ઓક્શન દરમિયાન અગાઉ નક્કી કરેલી યોજનાઓને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો હતો.
હૈદરાબાદની ટીમ ગત સીઝનમાં ડેવિડ વોર્નરને સીઝનની અધવચ્ચે કેપ્ટન તરીકે હટાવીને વિવાદમાં આવી હતી. વોર્નરને કેપ્ટન પદેથી હટાવી ખરાબ ફોર્મમાં હોવાનું કહી ટીમની બહાર કરી દેવામાં આવ્યો હતો.
છેલ્લી સીઝનથી લઇને અત્યાર સુધીમાં ટ્રેવર બેલિસ અને બ્રેન્ડ હેડિન પોતાનું પદ છોડી ચૂક્યા છે. ટોમ મૂડી હૈદરાબાદ ટીમના કોચ છે અને કેન વિલિયમ્સન આ સીઝનમાં ટીમની કેપ્ટનશીપ સંભાળશે. ટીમે આ સીઝન માટે બ્રાયન લારાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. છેલ્લી સીઝન હૈદરાબાદ માટે ખરાબ રહી હતી. 14 મેચમાંથી ફક્ત ત્રણ મેચમાં જીત હાંસલ કરી હતી.
હૈદરાબાદે આ સિઝન માટે કેન વિલિયમસન, અબ્દુલ સમદ, ઉમરાન મલિકને રિટેન કર્યા હતા. જ્યારે મેગા ઓક્શનમાં એડન માર્કરામ, માર્કો જેન્સન, નિકોલસ પૂરન, ભુવનેશ્વર કુમાર જેવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે.
Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી
DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી
Pegasus Spyware: પેગાસસ સોફ્ટવેર જાસૂસી કેવી રીતે પકડવામાં આવી? હવે આટલા મોટા રહસ્યનો પર્દાફાશ થયો છે
IT Jobs: સારા સમાચાર! IT કંપનીઓ માર્ચ સુધીમાં 3.6 લાખ નવી નોકરીઓ આપશે, જાણો કયા રિપોર્ટમાં થયો દાવો