SRH vs MI: મુંબઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં લગાવી મોટી છલાંગ

SRH vs MI Live Updates: સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ આજે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. IPLની આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી મેચો પછી, MI છઠ્ઠા સ્થાને છે જ્યારે SRH 9મા સ્થાને છે.

gujarati.abplive.com Last Updated: 23 Apr 2025 11:00 PM

બ્રેકગ્રાઉન્ડ

SRH vs MI Live Updates: IPL 2025 ની 41મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ઘરઆંગણે મુંબઈ ઇન્ડિયન્સની યજમાની કરવા તૈયાર છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. હૈદરાબાદની પીચને...More

મુંબઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું

મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદ પર શાનદાર વિજય નોંધાવ્યો છે. આ મુંબઈનો સતત ચોથો વિજય છે. આ જીત સાથે, MI પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગયું છે. આ મેચમાં રોહિત શર્માએ 46 બોલમાં 70 રનની ઈનિંગ રમી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરીને 143 રન બનાવ્યા હતા. જવાબમાં, મુંબઈએ 15.4 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. આ મુંબઈ ઈન્ડિયન્સનો સતત ચોથો વિજય છે. ટીમે હવે 9 માંથી 5 મેચ જીતી છે. MI એ પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે.