SRH vs PBKS: સનરાઇઝર્સ હૈદરાબાદે સિઝનની પ્રથમ જીત નોંધાવી, ત્રીપાઠીના 74 રન

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 14મી મેચ  સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે.  હૈદરાબાદની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

gujarati.abplive.com Last Updated: 09 Apr 2023 11:48 PM

બ્રેકગ્રાઉન્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 14મી મેચ  સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે.  હૈદરાબાદની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  બંને ટીમો વચ્ચેની આ મેચ હૈદરાબાદના...More

હૈદરાબાદની 8 વિકેટે જીત

IPLની 16મી સિઝનમાં, સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ટીમે પંજાબ કિંગ્સ (PBKS) સામે હોમ ગ્રાઉન્ડ પર 8 વિકેટે મેચ જીતી, સતત 2 હારનો સિલસિલો તોડી નાખ્યો. આ સિઝનમાં હૈદરાબાદની ટીમની આ પ્રથમ જીત છે. હૈદરાબાદની ટીમને આ મેચમાં 144 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે 17.1 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર હાંસલ કરી લીધો હતો. રાહુલ ત્રિપાઠીના બેટમાંથી શાનદાર અડધી સદીની ઇનિંગ જોવા મળી હતી. તે 74 રને નોટ આઉટ રહ્યો હતો.