Uncle Percy Death: વર્લ્ડકપ 2023 વચ્ચે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. શ્રીલંકાના ક્રિકેટ ફેન Percy Abeysekera નું 87 વર્ષની વયે કોલંબામાં નિધન થયું છે. તેઓ છેલ્લા થોડા સમયથી બીમાર હતા, તેમને પર્સી અંકલ તરીકે ઓળખવામાં આવા હતા.


તાજેતરમાં શ્રીલંકન ક્રિકેટ બોર્ડના સેક્રેટરી મોહન ડી સિલ્વાએ તેમની મુલાકાત લીધી હતી અને સારવાર માટે રૂ. 13 લાખની સહાય કરી હતી. 2023ના એશિયા કપ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ તેમની મુલાકાત લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝમાં યોજાયેલા 1979 વન ડે વર્લ્ડડકપથી પર્સી શ્રીલંકાની ટીમને સપોર્ટ કરતા હતા.




મેચ રમ્યા વગર મળ્યો હતો પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ


પર્સી અંકલની મેચ રમતા નહોતા છતાં તેમને એક વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળી ચુક્યો છે. તેઓ શ્રીલંકાનો ઝંડો લઈને સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમણે મેચ જોઈ અને ટીમને સપોર્ટ કરી. આ મેચ શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. મેચમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન માર્ટિન ક્રોએ દમદાર દેખાવ કર્યો હતો. જે બદલ તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. તે સમયે માર્ટિન ક્રોએ શ્રીલંકાના ડ્રેસિંગ રૂમમાં જઈને પર્સી અંકલને તેમનો પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપ્યો હતો.


શ્રીલંકન ક્રિકેટ બોર્ડે પર્સી અંકલને બોર્ડમાં સામેલ થવા ઘણી વખત આગ્રહ કર્યો હતો, પરંતુ તેઓ ના પાડતા હતા.


એશિયા કપ 2023 દરમિયાન રોહિત શર્માએ લીધી હતી મુલાકાત


એશિયા કપ 2023 દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત અંકલ પર્સીના ઘરે પહોંચ્યો અને પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફના કેટલાક સભ્યો પણ રોહિત સાથે હતા. પર્સી શ્રીલંકાના સૌથી મોટા ક્રિકેટ ફેન છે અને તેમના દેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. અંકલ પર્સીની ઉંમર વધારે હોવાના કારણે તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આ જ કારણે રોહિત શર્મા ખુદ અંકલ પર્સી અબેસેકેરાના ઘરે તેમને મળવા પહોંચ્યો હતો. રોહિત શર્મા શ્રીલંકાના પ્રખ્યાત ક્રિકેટ ફેન ગાયન સેનાનાયકેના કહેવા પર અંકલ પર્સીને મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો.  જેમાં ભારતીય કેપ્ટન પર્સી એબેસેકરા સાથે વાત કરતો જોવા મળ્યો હતો.


થોડા સમય પહેલા ભારતના પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીનું નિધન થયું હતું.