કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક T-20 મેચમાં ભારતને સાત વિકેટથી હરાવીને ત્રણ મેચની સીરીઝ 2-1થી જીતી હતી. ટીમ ઇન્ડિયાની આ છેલ્લી નવ દ્વિપક્ષીય T-20 સીરીઝમાં પહેલી હાર હતી. અગાઉ આઠ સીરીઝમાંથી ભારતે સાત સીરીઝ જીતી હતી અને એક સીરીઝ ડ્રો રહી હતી. શ્રીલંકાની આ ઐતિહાસિક ટી-20 સીરિઝમાં ટીમમાં સામેલ રહેલા ઈસરુ ઉદાનાએ અચાનક સંન્યાસની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.


સંન્યાસની જાહેરાત કરીને શું લખ્યું


શ્રીંલકાના 33 વર્ષીય ક્રિકેટર શનિવારે આ વાતની જાહેરાત કરી હતી. તેણે પોતાના સંદેશમાં લખ્યું, નવી પેઢીને હવે રસ્તો કરી આપવાનો સમય આવી ગયો છે. મારા તમામ ચાહકોને તેમના સમર્થન બદલ આભાર. મને શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કરવા પર ગર્વ છે આગળ પણ હું તમામ સાથી ખેલાડીઓની મદદ કરતો રહીશ.


કેવો છે આંતરરાષ્ટ્રીય દેખાવ


ઉદાનાએ શ્રીલંકા તરફથી 21 વન ડે અને 35 ટી-20 આંતરરાષ્ટ્રીય રમી હતી. જેમાં અનુક્રમ 18 અને 27 વિકેટ લીધી હતી. ઉપરાંત 273 અને 256 રન પણ બનાવ્યા હતા. ભારત સામે રમાયેલી ટી-20 શ્રેણીની બે મેચમાં તે રમ્યો હતો પરંતુ એક પણ વિકેટ લઈ શક્યો નહોતો.




શ્રીલંકાએ આ ત્રણ સ્ટાર ક્રિકેટરો પર કેમ લગાવ્યો એક વર્ષનો પ્રતિબંધ ? જાણો શું છે મામલો


શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બાયો બબલ છોડીને કોવિડ-19 પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ સ્ટાર ખેલાડી પર એક વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. વાઇસ કેપ્ટન કુશલ મેંડિસ, ઓપનિંગ બેટ્સમેન દનુષ્કા ગુણાથિલકા અને વિકેટકિપર  નિરોશન ડિક્વેલા પર પ્રતિબંધ અને 50 હજાર ડોલરનો દંડ કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ સામે રમાયેલી વન ડે શ્રેણીના એક દિવસ પહેલા ડરહામમાં એક રાતે આ ત્રણેય ખેલાડીઓ મહાલતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ 28 જૂને પ્રવાસ વચ્ચેથી ત્રણેય ખેલાડીઓને સ્વદેશ રવાના કરી દેવાયા હતા. શ્રીલંકા ક્રિકેટે તેને દેશનું અપમાન ગણાવ્યું હતું. જેને લઈ તેમના પર શ્રીલંકન બોર્ડે આ કાર્યવાહી કરી હતી. શ્રીલંકન બોર્ડે કહ્યું, ત્રણેય કોવિડ-19ના સુરક્ષા દિશા નિર્દેશોનું ઉલ્લંઘન કરવા, ટીમ મેનેજમેન્ટના નિયમો તોડવા અને સાથી ખેલાડીઓ તથા અન્ય લોકોની સુરક્ષાને ખતરામાં નાંખવા માટે દોષી જણાયા છે. પ્રતિબંધ હટ્યા બાદ બે વર્ષ સુધી તેમના પર નજર રહેશે.