Sri Lanka Vs Australia Test: શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ભારત સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 3-1થી જીત્યા બાદ કાંગારૂ ટીમનું મનોબળ ઊંચું છે. હવે ઓસ્ટ્રેલિયન ટીમને 29 જાન્યુઆરી, 2025 થી શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે.


ઓસ્ટ્રેલિયાએ આ ટેસ્ટ શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમનું નેતૃત્વ સ્ટીવ સ્મિથ કરશે, કારણ કે નિયમિત કેપ્ટન પેટ કમિન્સ તેના બીજા બાળકના જન્મને કારણે ઘરે રહેશે. ઝડપી બોલર જોશ હેઝલવૂડ પણ ઈજાના કારણે ટીમની બહાર છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પસંદ કરાયેલી ઓસ્ટ્રેલિયન ટીમની સરખામણીમાં શ્રીલંકા પ્રવાસ માટે કાંગારૂ ટીમમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.






વાસ્તવમાં સ્ટીવ સ્મિથ શ્રીલંકા પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન છે. ટ્રેવિસ હેડને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શ્રીલંકા પ્રવાસ માટે પસંદ કરાયેલ કાંગારૂ ટીમમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 માટે ઓસ્ટ્રેલિયન ટીમની સરખામણીમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. ભારત સામેની બે મેચોમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમમાંથી બહાર કરાયેલા ઓપનર નાથન મેકસ્વીનીને ફરીથી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.


ઓલરાઉન્ડર કૂપર કોનોલીને પહેલીવાર ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. શ્રીલંકાની સ્પિન-ફ્રેન્ડલી પીચો પર તેનો તેની બોલિંગ ઉપયોગી સાબિત થઈ શકે છે. નાથન લિયોન સાથે મેટ કુનમેન અને ટોડ મર્ફીને સ્પિનરો તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારત સામેની ટેસ્ટ ડેબ્યૂમાં સારું પ્રદર્શન કરનાર બ્યુ વેબસ્ટરને ટીમમાં રાખવામાં આવ્યો છે મિશેલ માર્શને ફરીથી બહાર રાખવામાં આવ્યો છે.


નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને રાષ્ટ્રીય પસંદગી પેનલના અધ્યક્ષ જ્યોર્જ બેઈલીએ કહ્યું હતું કે શ્રીલંકા એક પડકારજનક અને રોમાંચક સ્થળ છે, કારણ કે ખેલાડીઓને ત્યાં વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. અમે એવા ટીમના સભ્યો માટે આગળની તકો વિશે ઉત્સાહિત છીએ જેઓ ટેસ્ટ ડેબ્યૂ કરી રહ્યા છે.


શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ


સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, મેટ કુનેમન, માર્નસ લાબુશેન, નાથન લિયોન, નાથન મેકસ્વીની, ટોડ મર્ફી, મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર.


Champions Trophy 2025: કોણ હશે કેપ્ટન ? ક્યારે જાહેર થશે ટીમ, ચેમ્પિયન ટ્રોફીને લઈ મોટું અપડેટ