Kamindu Mendis:  શ્રીલંકાના યુવા બેટ્સમેન કામિન્દુ મેન્ડિસે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. તેણે પ્રથમ દાવમાં 250 બોલમાં 182 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે ટેસ્ટમાં 1000 રન પૂરા કર્યા છે. તેણે માત્ર 13 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સર ડોન બ્રેડમેનની બરાબરી કરી લીધી છે. હવે માત્ર હર્બર્ટ સટક્લિફ અને સર એવર્ટન વીક્સ તેની આગળ છે.

કામિન્દુ મેન્ડિસ સર ડોન બ્રેડમેનની બરાબરી પર પહોંચી ગયો
કામિન્દુ મેન્ડિસ મેન્ડિસે પોતાના ટેસ્ટ ક્રિકેટમાં 13 ઈનિંગમાં 1000 રન પૂરા કર્યા છે. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. આ યાદીમાં તેઓ સર ડોન બ્રેડમેન સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. આ યાદીમાં હર્બર્ટ સટક્લિફ પ્રથમ સ્થાને છે. તેણે 12 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 1000 રન

હર્બર્ટ સટક્લિફ- ઇંગ્લેન્ડ (1925) 12 ઇનિંગ્સ
એવર્ટન વીક્સ- વેસ્ટ ઈન્ડિઝ (1949) 12 ઇનિંગ્સ
સર ડોન બ્રેડમેન-ઓસ્ટ્રેલિયા (1930) 13 ઇનિંગ્સ
કામિન્દુ મેન્ડિસ-શ્રીલંકા (2024) 13 ઇનિંગ્સ
નીલ હાર્વે-ઓસ્ટ્રેલિયા (1950) 14 ઇનિંગ્સ
વિનોદ કાંબલી- ભારત (1994) 14 ઈનિંગ્સ

જો રૂટ પાછળ રહી ગયો
કામિન્દુ મેન્ડિસે 2022માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યું હતું. તે 2024માં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં સૌથી આગળ છે. તેણે આ વર્ષે પાંચ સદી ફટકારી છે. તેણે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટને પાછળ છોડી દીધો છે.

 

સતત 8 ટેસ્ટમાં 50 થી વધુ રન

આ અગાઉ, કામિન્દુ મેન્ડિસ ડેબ્યૂ પર સતત 8 ટેસ્ટમાં 50 થી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો હતો. આ દરમિયાન તેણે પાકિસ્તાનના સઈદ શકીલને પાછળ છોડી દીધો હતો. શકીલે 7 ટેસ્ટમાં સતત 50થી વધુ રનની ઇનિંગ્સ રમી હતી.

આ પણ વાંચો...

Watch: ગ્રાઉન્ડ્સમેન પિચને ઢાંકવાનું છોડીને વિરાટ કોહલીને પગે લાગવા દોડ્યો, વિડીયોમાં જોવો પછી શું થયું?