નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ હવે ક્રિકેટ ટીમો પોતાની ટ્રેનિંગ શરૂ કરવાની તૈયારીમાં છે, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમો પહેલાથી જ ટ્રેનિગ શરૂ કરી ચૂકી છે. હવે સોમવારથી શ્રીલંકન ક્રિકેટ ટીમ પણ પોતાની ટ્રેનિંગ શરૂ કરી દેશે, આ વાતની જાણકારી ખુદ શ્રીલંકા ક્રિકેટે આપી હતી.

શ્રીલંકા ક્રિકેટે જણાવ્યુ કે, તેમના દ્વારા સિલેક્ટ કરવામાં આવેલા 13 ખેલાડીઓની ટીમ કોલંબો સોમવારથી કોલંબો ક્રિકેટ ક્લબમાં રિસડેન્સિયલ ટ્રેનિંગ કેમ્પ શરૂ કરશે. આ દરમિયાન ટીમ એક જ હૉટલમાં રોકાશે. તેમને કહ્યું કે જે ખેલાડી કેમ્પમાં ભાગ લઇ રહ્યાં છે તે બધા ફોર્મેટ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં મોટાભાગના બૉલરો છે, કેમકે તેમને પરિસ્થિતિ માટે સમય વધુ જોઇએ છે.

નિવેદન પ્રમાણે, કૉચિંગ અને સપોર્ટ સ્ટાફમાં કુલ મળીને ચાર લોકો હશે, નિવેદનમાં કહેવાયુ છે આ કેમ્પમાં જે પણ લોકો સામેલ થશે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખતા એસએલસીએ રમત મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય સાથે ચર્ચા કરીને તમામ સુરક્ષા ઉપાયોને લઇને પ્રક્રિયા બનાવી છે, જેનુ પાલન કરવામાં આવશે.



આ કેમ્પ દરમિયાન ઉપયોગમાં લેનારા તમામ વાહનોનુ શુદ્ધિકરણ કરવા સામેલ છે, બાકી દેશોની જેમ શ્રીલંકામાં પણ ક્રિકેટ માર્ચના મધ્યથી બંધ છે. શ્રીલંકાને ટેસ્ટ સીરીઝ માટે મહેમાની કરવાની હતી, પણ કૉવિડ-19ના કારણે તેમને આ સીરીઝ રદ્દ કરવી પડી હતી.