Sri Lanka vs Australia 2nd ODI: શ્રીલંકાએ કોલંબોમાં મોટો  ઉલટફેર કર્યો છે.  તેણે ODI શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 174 રનથી હરાવ્યું હતું. મહત્વની વાત એ છે કે શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને માત્ર 107 રનના સ્કોર પર રોકી દિધું. શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી. જ્યારે બોલિંગમાં દુનિથ વેલાલાગે અને વાનિન્દુ હસરંગાએ પણ કમાલ કર્યો હતો. 


શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 281 રન બનાવ્યા હતા. આ દરમિયાન પથુમ નિસંકા અને નિશાન મદુશંકા ઓપનિંગ કરવા આવ્યા હતા. નિસંકા માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો.  પરંતુ મદુશંકાએ અડધી સદી ફટકારી હતી. તેણે 51 રનની ઇનિંગ રમી હતી. આ પછી કુસલ મેન્ડિસે શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી હતી. તેણે 11 ચોગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા. કેપ્ટન અસલંકાએ અણનમ 78 રન બનાવ્યા હતા. તેણે 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. જનીથે 32 રનનું યોગદાન આપ્યું હતું.


શ્રીલંકાના બોલરોએ તબાહી મચાવી, ઓસ્ટ્રેલિયા 107 રનમાં આઉટ -


શ્રીલંકાના બોલરોએ ઘાતક બોલિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 24.2 ઓવરમાં 107 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી વધુ 29 રન બનાવ્યા હતા. જોશ ઈંગ્લીશ માત્ર 22 રન બનાવીને આઉટ થયો હતો. ઓપનર ટ્રેવિસ હેડ 18 રન બનાવીને આઉટ થયો હતો. મેથ્યુ શોર્ટ 2 રન બનાવીને આઉટ થયો હતો. એરોન હાર્ડી ખાતું પણ ખોલાવી શક્યો નહોતો.






દુનિથ-હસરંગા સહિત શ્રીલંકાના બોલરોનું ઘાતક પ્રદર્શન -


શ્રીલંકા તરફથી દુનિથ વેલાલેગે 4 વિકેટ ઝડપી હતી. તેણે 7.2 ઓવરમાં 35 રન આપ્યા હતા. વાનિન્દુ હસરંગાએ 7 ઓવરમાં માત્ર 23 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેણે 2 મેડન ઓવર નાખી હતી. આસિથ ફર્નાન્ડોએ 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી હતી.


શ્રીલંકાએ કર્યો મોટો અપસેટ, સિરીઝ પણ કબજે કરી -


શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને 174 રને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે તેની સૌથી મોટી વનડે જીત નોંધાવી છે. આ જીત સાથે શ્રીલંકાએ સીરીઝ પર પણ કબજો કરી લીધો છે. તેણે પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને 49 રનથી હરાવ્યું હતું.       


Babar Azam PAK vs NZ: બાબર આઝમે કરાચીમાં રચ્યો ઈતિહાસ, તોડ્યો રનનો વર્લ્ડ રેકોર્ડ, કોહલીને પાછળ છોડ્યો