India vs Australia 3rd Test: ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય બોલરો ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડે સદી ફટકારી છે. આ ખેલાડીઓના કારણે જ ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટમાં ડ્રાઇવિંગ સીટ પર પહોંચી છે. સ્મિથે ભારત સામે સદી ફટકારીને મોટો ચમત્કાર કર્યો છે.



ટેસ્ટ ક્રિકેટમાં કુલ 33મી સદી


સ્ટીવ સ્મિથે ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં બેટિંગનું શાનદાર ઉદાહરણ રજૂ કર્યું છે. તેણે શરૂઆતમાં ક્રિઝ પર ટકી રહેવા પોતાનો સમય લીધો અને તેના પરંપરાગત ક્રિકેટિંગ સ્ટ્રોક રમ્યા અને સારી ટેકનિકનો ઉપયોગ કર્યો. તેણે કુલ 190 બોલ રમીને 101 રન બનાવ્યા જેમાં 12 ચોગ્ગા સામેલ હતા. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની 33મી સદી છે અને તેણે ઈંગ્લેન્ડના એલિસ્ટર કૂકની બરાબરી કરી લીધી છે. તેના નામે ટેસ્ટમાં 33 સદી પણ છે.


જો રૂટની બરાબરી


સ્ટીવ સ્મિથ લાંબા સમયથી ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો અને તેના બેટમાંથી રન બનાવવા મુશ્કેલ બની ગયો હતો. પરંતુ ભારત સામે સદી ફટકારીને તે ફોર્મમાં પાછો ફર્યો છે. 535 દિવસ બાદ તેણે ટેસ્ટમાં સદી ફટકારી છે. ભારતીય ટીમ સામે આ તેની 10મી ટેસ્ટ સદી છે અને તેણે 41 ઇનિંગ્સમાં આ સદી ફટકારી છે. સ્મિથે ઈંગ્લેન્ડના જો રૂટની બરાબરી કરી લીધી છે. તે ભારત સામે સંયુક્ત રીતે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.


ભારત સામે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર બેટ્સમેનઃ


સ્ટીવ સ્મિથ - 10 સદી
જો રૂટ- 10 સદી
ગેરી સોબર્સ- 8 સદી
વિવિયન રિચાર્ડ્સ - 8 સદી
રિકી પોન્ટિંગ- 8 સદી


ભારત સામે 2000 થી વધુ રન બનાવ્યા


અત્યાર સુધી સ્ટીવ સ્મિથે ટીમ ઈન્ડિયા વિરૂદ્ધ 22 ટેસ્ટ મેચોની 41 ઈનિંગમાં કુલ 2162 રન બનાવ્યા છે, જેમાં તેણે 10 સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 61.77 રહી છે. 


સદી ફટકારતા ટ્રેવિસ હેડે બનાવ્યો આ રેકોર્ડ


ટ્રેવિસ હેડ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ બેટ્સમેન બની ગયો છે, જેણે એક જ કેલેન્ડર વર્ષમાં એક જ મેદાન પર કિંગ પેયર (ટેસ્ટની બંને ઇનિંગ્સમાં પ્રથમ બોલ પર શૂન્ય પર આઉટ થઈ જવું) અને બાદમાં સદી ફટકારી હોય. તેના પહેલા કોઈ ટેસ્ટમાં આવું કરી શક્યું ન હતું.


ટ્રેવિસ હેડ જાન્યુઆરી 2024માં બ્રિસ્બેનના ગાબા મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં બંને દાવમાં પ્રથમ શૂન્ય પર આઉટ થયો હતો. એટલે કે કિંગ પેયર.


હવે ડિસેમ્બર 2024માં ટ્રેવિસ હેડે બ્રિસ્બેનના ગાબા મેદાન પર ભારત વિરુદ્ધ સદી ફટકારી છે. તે ગાબા મેદાન પર હંમેશા સારું પ્રદર્શન કરે છે અને અત્યાર સુધીમાં તેણે બે સદી સહિત કુલ 452 રન બનાવ્યા છે.


IND vs AUS: ભારતના આ ખેલાડીનો લોકો બોલાવ્યો હૂરિયો, નારેબાજી થતાં મેચ પણ અટકાવવી પડી, જાણો શું છે મામલો