WPL Auction: વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2025 માટેની હરાજી 15 ડિસેમ્બર, રવિવારના રોજ ITC ગાર્ડેનિયા, બેંગ્લોરમાં યોજાવાની છે. આ હરાજીમાં 120 ખેલાડીઓના ભાવિનો નિર્ણય કરવામાં આવશે. પાંચ ફ્રેન્ચાઈઝી પાસે કુલ 19 સ્લોટ ખાલી છે. જેમાં ભારતીય ખેલાડીઓ માટે 14 સ્લોટ અને વિદેશી ખેલાડીઓ માટે પાંચ સ્લોટ સામેલ છે.

120 ખેલાડીઓ પર લાગશે બોલી

વિમેન્સ પ્રીમિયર લીગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કુલ 120 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. જેમાં 91 ભારતીય અને 29 વિદેશી ખેલાડીઓ સામેલ છે. જેમાં સહયોગી દેશોના ત્રણ ખેલાડીઓનો સમાવેશ થાય છે. જ્યારે ઉપલબ્ધ ખેલાડીઓ 30 કેપ્ડ છે (નવ ભારતીય, 21 વિદેશી), હરાજીમાં 82 ભારતીય અનકેપ્ડ ખેલાડીઓ અને આઠ અનકેપ્ડ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થશે.

આ ખેલાડીઓ પર નજર રાખશે

માર્કી ખેલાડીઓની યાદીમાં તેજલ હસબનીસ, સ્નેહ રાણા, ડિએન્દ્રા ડૉટિન (વેસ્ટ ઈન્ડિઝ), હીથર નાઈટ (ઈંગ્લેન્ડ), ઓર્લા પ્રેન્ડરગાસ્ટ (આયરલેન્ડ), લોરેન બેલ (ઈંગ્લેન્ડ), કિમ ગાર્થ (ઓસ્ટ્રેલિયા) અને ડેનિયલ ગિબ્સન (ઈંગ્લેન્ડ)નો સમાવેશ થાય છે. અન્ય ઘણા મોટા નામો પણ સામેલ છે.                                              

ફ્રેન્ચાઇઝી માટે ઉપલબ્ધ પર્સ

દિલ્હી કેપિટલ્સ- 2.5 કરોડ

ગુજરાત જાયન્ટ્સ- 4.4 કરોડ

મુંબઈ ઈન્ડિયન્સ- 2.65 કરોડ

યુપી વોરિયર્સ- 3.9 કરોડ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 3.25 કરોડ

 

વિમેન્સ પ્રીમિયર લીગ 2025 ની હરાજી ક્યારે થશે?

મહિલા પ્રીમિયર લીગ 2025 રવિવારે એટલે કે 15મી ડિસેમ્બરે યોજાશે.

વિમેન્સ પ્રીમિયર લીગ 2025 ની હરાજી ક્યાં થશે?

વુમન્સ પ્રીમિયર લીગ 2025ની હરાજી બેંગલુરુમાં થશે.

વિમેન્સ પ્રીમિયર લીગ 2025 ની હરાજી ક્યારે થશે?

વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી બપોરે 3 વાગ્યે શરૂ થશે.

મહિલા પ્રીમિયર લીગ 2025ની હરાજી કઈ ટીવી ચેનલ પર જોઈ શકો છો?

વિમેન્સ પ્રીમિયર લીગ 2025 હરાજીના પ્રસારણ અધિકારો સ્પોર્ટ્સ18 - 1 (SD અને HD) પાસે છે.

વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની હરાજીની લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં ઉપલબ્ધ હશે?

વિમન્સ પ્રીમિયર લીગ 2025ની હરાજી Jio સિનેમા એપ પર ઓનલાઈન જોઈ શકાશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી