નવી દિલ્હીઃ સ્ટીવ સ્મિથે ત્રીજી ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરતા 131 રનની ઇનિંગ રમી. સ્મિથની સદીના સહારે ઓસ્ટ્રેલિયન ટીમ 338 રન સુધી પહોંચી શકી હતી. સ્ટીવ સ્મિથે આ સદીની સાથે ફરી એકવાર સાબિત કરી દીધુ કે હાલના સમયનો કેમ બેસ્ટ ટેસ્ટ બેટ્સમેન છે. આ સદીની સાથે સ્મિથે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.


સ્ટીવ સ્મિથ ભારત વિરુદ્ધ સૌથી ઝડપથી સૌથી વધુ 8 સદી ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. સ્મિથે સિડનીમાં ચાલુ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં પોતાની કેરિયરની 27મી સદી પુરી કરી હતી. આ ભારતની વિરુદ્ધ તેની આઠમી સદી છે, અને આ માટે સ્મિથે સૌથી ઓછી 25 ઇનિંગ રમી છે.

આ પહેલા સૌથી ઓછી ઇનિંગમાં ભારત સામે 8 સદી ફટકારવાનો રેકોર્ડ સર ગૈરી સોબર્સના નામે હતો. સોબર્સે 30 ઇનિંગમાં આ કારનામુ કર્યુ હતુ. આ ક્રમમાં ત્રીજા નંબર પર વેસ્ટ ઇન્ડિઝના જ એક દિગ્ગજ સર વિવિચન રિચર્ડસનુ નામ છે. વિવે 8 સદી ફટકારવા માટે 41 ઇનિંગ લીધી હતી. ચોથા નંબર પર ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ છે, જેને 51 ઇનિંગમાં ભારત વિરુદ્ધ 8 સદી ફટકારી છે.