Sunil Gavaskar on Hardik Pandya:  પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે મુંબઈ ઈન્ડિયન્સની ખરાબ હાલતને લઈને કેપ્ટન હાર્દિક પંડ્યા પર નિશાન સાધ્યું છે. આ સિઝનમાં મુંબઈએ છમાંથી 4 મેચ હારી છે. જેના કારણે ચારે બાજુથી હાર્દિકની ટીકા થઈ રહી છે. આ દરમિયાન, ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે હાર્દિકની અત્યાર સુધીની સામાન્ય બોલિંગ અને સામાન્ય કેપ્ટનશિપ માટે ટીકા કરી હતી.


મુંબઈની સુકાનીપદ સંભાળ્યા બાદથી પ્રશંસકોના રોષનો સામનો કરી રહેલા પંડ્યાને રવિવારે રાત્રે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટીમની 20 રને હાર બાદ સુનીલ ગાવસ્કર અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસનની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પંડ્યાએ ઇનિંગની છેલ્લી ઓવરમાં 26 રન આપ્યા હતા, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીએ સતત ત્રણ સિક્સર ફટકારી હતી.


સુનીલ ગાવસ્કરે 'સ્ટાર સ્પોર્ટ્સ' પર ઇનિંગ્સના બ્રેક દરમિયાન કહ્યું, "ઓહ, ખૂબ જ સામાન્ય બોલિંગ, સામાન્ય કેપ્ટનસી. શિવમ દુબેની સાથે રુતુરાજ ગાયકવાડ ખૂબ સારી બેટિંગ કરવા છતાં, હું માનું છું કે, તેમને 185-190ના સ્કોર પર રોકવા જોઈતા હતા. સંભવત: સૌથી ખરાબ બોલિંગ જે મે લાંબા સમયથી જોઈ છે.


પંડ્યાએ ત્રણ ઓવરમાં 43 રન આપીને બે વિકેટ લીધી હતી અને બેટિંગ કરતી વખતે પણ તે છ બોલમાં માત્ર બે રન બનાવી શક્યો હતો. ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માની 63 બોલમાં 105 રનની અણનમ ઈનિંગ છતાં મુંબઈની ટીમ 207 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે છ વિકેટે 186 રન જ બનાવી શકી હતી.


ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન કેવિન પીટરસનનું માનવું છે કે આ સ્ટાર ઓલરાઉન્ડર બહારની ટીકાથી પ્રભાવિત થઈ રહ્યો છે. તેણે કહ્યું, "મને ખરેખર લાગે છે કે રમતની બહારની બાબતો હાર્દિક પંડ્યા પર ઘણી અસર કરી રહી છે. જ્યારે તે ટોસ માટે જાય છે ત્યારે તે ખૂબ જ સ્મિત કરે છે. તે એવો દેખાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે કે તે ખૂબ જ ખુશ છે. તે ખુશ નથી. આ મારી સાથે થયું છે. હું તેમાંથી પસાર થઈ ચુક્યો છું અને હું તમને કહી શકું છું કે તે તમને અસર કરે છે.


તેણે આગળ કહ્યું, આપણ જે અત્યારે જે હુટિંગ સાંભળી રહ્યા છીએ. હું જાણું છું કે તેઓ સુપર કિંગ્સના ભૂતપૂર્વ સુકાની (ધોની) તેની (પંડ્યા) વિરુદ્ધ આખા મેદાનમાં શોટ મારવાથી તેઓ ખુશ હતા, તે તમને દુઃખ પહોંચાડે છે કારણ કે તેની પાસે લાગણીઓ છે. તે એક ભારતીય ખેલાડી છે અને તે નથી ઈચ્છતો કે, તેમની સાથે આવો વ્યવહાર કરવામાં આવે, તેથી જ્યારે આવું વર્તન થાય છે ત્યારે તેની ક્રિકેટ પર અસર પડે છે.