નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન 9 એપ્રિલથી શરૂ થઇ રહી છે. ત્યારે આઈપીએલ (IPL) સનરાઈઝર્સ  હૈદરાબાદની ટીમને  મોટો ઝટકો લાગ્યો છે.  હૈદરાબાદના ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉન્ડર મિશેલ માર્શ (Mitchell Marsh) આઈપીએલ (IPL 2021)માંથી બહાર થઈ ગયો છે. ક્રિકબઝના અહેવાલ અનુસાર, માર્શે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ફ્રેન્ચાઈજીને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી.  


અહેવાલ અનુસાર, માર્શ લાંબા સમય સુધી બાયો બબલમાં નથી રહેવા માંગતો. આઈપીએલ 2021(IPL2021)ની શરુઆત 9 એપ્રિલથી ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં થશે.  રિપોર્ટ અનુસાર, હૈદરાબાદની ટીમ માર્શની  જગ્યાએ ઈંગ્લેન્ડના બોલર સાથે ચર્ચા કરી રહ્યાં છે. જેણે હાલમાં જ ભારત વિરુદ્ધ ટી20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આઈપીએલની વર્તમાન બાયો સિક્યોરિટી પ્રોટોકલ અનુસાર, માર્શે  સાત દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું પડતે.  


હૈદરાબાદની ટીમે માર્શને 2020ની હરાજીમાં તેની બેઝપ્રાઈઝ બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તે ગત સિઝનમાં પણ વધુ મેચ રમ્યો નહોતો.


માર્શે 10 વર્ષમાં આઈપીએલમાં 21 મેચ રમી છે. આ પહેલા ડેક્કન ચાર્જર્સ અને પૂણે વોરિયર્સ માટે રમ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સનરાઈઝર્સ  હૈદરાબાદે ચેન્નઈમાં પોતાની પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. હૈદરાબાદનો પ્રથમ મુકાબલો 11 એપ્રિલે એમએ ચિદંમ્બરમ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR)સામે છે.  


Delhi Capitalsએ રિષભ પંતને બનાવ્યો કેપ્ટન 


ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 માં દિલ્હી કેપિટલના (Delhi Capitals) નિયમિત કેપ્ટન શ્રેયસ ઐયરની (Shreyas Iyer) ઈજા બાદ રિષભ પંતને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે. પંત અત્યારે ખતરનાક ફોર્મમાં છે અને આ વર્ષે આઈપીએલમાં તેની કેપ્ટનશીપ હેઠળ દિલ્હીની ટીમ કમાલ પણ કરી શકે છે. દિલ્હીની ટીમ ક્યારેય આઈપીએલ(IPL)નો ખિતાબ જીતી શકી નથી. બે વર્ષ પહેલા ગૌતમ (Gautam Gambhir) ગંભીરે ચાલુ સીઝનમાં જ કેપ્ટનશિપ છોડી દીધી હતી. ત્યારબાદ યુવા ખેલાડી શ્રેયસ ઐયરને કેપ્ટનશિપ આપવામાં આવી હતી.


---------