ઉત્તર પ્રદેશની ટીમમાં ન મળ્યું સ્થાન
રૈના અને ભુવનેશ્વર બન્ને બેંગલુરુમાં રમાનારી સૈયદ મુશ્તાક અલી ટી20 ટૂર્નામેન્ટ માટે યૂપીની ટીમમાં સામેલ છે. જોકે રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાં જરૂરત પડવા પર બન્નેની સેવા લેવામાં આવી શકે છે. રણજી અને વિજય હઝારે ટ્રોફીના કાર્યક્રમની જાહેરાત હાલમાં થઈ નથી પરંતુ બીસીસીઆઈએ તમામ બોર્ડને ઘરેલુ સત્ર માટે તૈયાર રહેવાના નિર્દેશ આપ્યા છે. તેને ધ્યાનમાં રાખતા ટીના સંભવિત 30 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે.
મોહમ્મદ સૈફને મળ્યું સ્થાન
યૂપીસીએના મુખ્ય સંચાલન અધિકારી દીપક શર્માએ કહ્યું કે, સંભવિત ખેલાડીઓમાં પ્રિયમ ગર્ગ, કર્ણ શર્મા, રિંકૂ સિંહ, અક્ષદીપ નાથ, મોહમ્મદ સૈફ, અલમાન શૌકત, સમીર ચૌધરી, સમીર રિઝવી, માધવ કૌશિક, સત્યમ દીક્ષિત, હરદીપ સિંહ, રાહુલ રાવત, આર્યન જુયાલ, ઉપેન્દ્ર યાદવ, અંકિત રાજપૂત, શિવમ માવી, મોહસિન ખાન, આકીબ ખાન, યોગેન્દ્ર દોયલા, યશ દયાલ, સુનીલ કુમાર, જસમેર ધનકર, સૌરભ કુમાર, શનૂ સૈની, જીશાના અંસારી, ધ્રુવ ચંદ જુરેલ, શુભમ ચૌબે, અભિષેક ગોસ્વામી, પાર્થ મિશ્રા અને મોહમ્મદ જાવેદ સામેલ છે.