એમએસ ધોનીઃ ધ અનટૉલ્ડ સ્ટૉરી બાદ ખુદ ધોનીએ પણ સુશાંત સિંહની જબરદસ્ત પ્રસંશા કરી, એટલુ જ નહીં સુશાંતનો હેલિકૉપ્ટર શૉટ જોઇને તે ખુદ પણ ચોંકી ગયો હતો. ધોનીએ કહ્યું તે ફિલ્મમાં બિલકુલ મારી જેવો હેલિકૉપ્ટર શૉટ ફટકાર્યો છે. ખાસ વાત છે કે આ શૉટને શીખવા માટે સુશાંત સિંહ ધોનીના બાળપણના કૉચ કેશવ બેનર્જીની પાસે પહોંચ્યો હતો.
ધોનીની ફિલ્મમાં ધોની જેવા બનવા માટે સુશાંત સિંહને ખુબ મહેનત કરવી પડી હતી. ફિલ્મમાં કેટલીય વસ્તુઓ એવી હતી, જે સુશાંતે ધોનીની જેમ કરી હતી, અને હેલિકૉપ્ટર તેમાંનો એક હતો, આ ફિલ્મમાં કૉચ બેનર્જીના રૉલને અનુભવી અભિનેતા રાજેશ શર્માએ નિભાવ્યો હતો.
બેનર્જીએ કહ્યું કે, સુશાંત ખુબ સારા માણસ છે, અને તેને ફિલ્મમાં હેલિકૉપ્ટર શૉટ તથા ધોનીની રીતે શીખવા માટે તેનો સંપર્ક કર્યો હતો. સુશાંતના મોતથી બેનર્જી પણ દુઃખી થયા હતા. બેનર્જીએ કહ્યું કે મને યાદ છે તે રાંચી આવ્યો હતો, અમે લાંબી ચર્ચા કરી હતી, હું ત્યા હતો, માહીના મિત્રો ત્યાં હતા. તે હંમેશા મને કહેતો હતો કે દાદા, ધોનીનો હેલિકૉપ્ટર શૉટ શીખવાડી દો ને... બેનર્જીએ કહ્યું- તે મને પુછતો હતો કે માહી કઇ રીતે રમે છે, તેના ચહેરાનો હાવભાવ શું છે.
સુશાંત સિંહના મોત બાદ ધોનીને ધ્યાનમાં રાખીને અરુણ પાંડે સ્પષ્ટ કર્યુ છે કે માહી પર બનેલી ફિલ્મની સિક્વલ નહીં બને. યુવા અભિનેતાના નિધન પર સચિન, વિરાટ સહિત તમામ ક્રિકેટર્સે દુઃખ વ્યક્ત કર્યુ છે.