નવી દિલ્હીઃ ભારતમાં કૉવિડ-19 બાદ પહેલીવાર ઘરેલુ ક્રિકેટની વાપસી થવા જઇ રહી છે. રવિવારે ભારતમાં ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટ સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીની શરૂઆત થશે. આ ટૂર્નામેન્ટ દેશની ત્રણ સ્થળો બેગ્લુંરુ, કોલકત્તા અને વડોદરામાં રમાશે. ગયા વર્ષે રણજી ટ્રૉફી પછીથી ભારતમાં ઘરેલુ ક્રિકેટનુ આયોજન નથી થયુ.

ખેલાડીઓ માટે જોકે આ ટૂર્નામેન્ટમાં રમવુ આસાન નહીં રહે, તમામ ટીમોના ખેલાડીઓ અને સ્ટાફને દરેક સેન્ટર પર મેચ શરૂ થતા પહેલા ક્વૉરન્ટાઇન રહેવુ પડશે, અને ત્રણ કૉવિડ-19 ટેસ્ટમાંથી પસાર થવુ પડશે.

હાલની વિજેતા કર્ણાટક 10 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીર વિરુદ્ધ બેગ્લુંરુમાં પોતાનું અભિયાન શરૂ કરશે. રવિવારે ટૂર્નામેન્ટમાં એલિટ એ બી અને સીની મેચો રમાશે. એલીટ ગ્રૃપ એ મેચોમા બેંગ્લુંરમાં કર્ણાટકાની ટક્કર જમ્મુ કાશ્મીર સામે થશે, રેવલેનો મુકાબલો ત્રિપુરા એ અને પંજાબનો સામનો ઉત્તર પ્રદેશ સાથે થશે.

એલિટ ગૃપ બી મેચોમાં કોલકત્તામાં આસામનો સામનો હૈદરાબાદ સામે, ઓડિશાનો બંગાળ સામે અને ઝારખંડનો સામનો તામલિનાડુ સામે થશે. એલિટ ગૃપ સી મેચોમાં વડોદરામાં બરોડાની ટક્કર ઉત્તરાખંડ, છત્તીસગઢની ટક્કર હિમાચલ પ્રદેશ અને ગુજરાતનો સામનો મહારાષ્ટ્ર સામે થશે.

ખાસ વાત છે કે આ ટ્રૉફીની 29 જાન્યુઆરીએ સેમિફાઇનલ અને ફાઇનલ મેચ 31 જાન્યુઆરીએ રમાશે.