મુંબઇ ટીમના મુખ્ય પસંદગીકર્તા સલિલ અંકોલાએ આની પુષ્ટી કરી, અર્જૂન ઉપરાંત ફાસ્ટ બૉલર કૃતિક એચને પણ ટીમમાં રાખવામાં આવ્યો છે. એમસીએના એક અધિકારીએ કહ્યું આ પહેલા બીસીસીઆઇએ 20 સભ્યોની ટીમને પસંદ કરવાનુ કહ્યું હતુ, પરંતુ બાદમાં કહ્યું કે, 22 સભ્યો પસંદ કરી શકાશે.
(ફાઇલ તસવીર)
અર્જૂન તેંદુલકર મુંબઇની જુદીજુદી એજવર્ગમાં કેટલીય ટૂર્નામેન્ટ રમી ચૂક્યો છે. તે ભારતીય ટીમને નેટ પર બૉલિંગ પણ કરતો રહ્યો છે, અને શ્રીલંકાનો પ્રવાસ કરનારી ભારતની અંડર 19 ટીમમાં પણ રહ્યો હતો.
મુંબઇની ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે, 10 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી ટૂર્નામેન્ટમાં મુંબઇની બધી મેચો ઘરેલુ મેદાન પર જ રમવાની છે. સૂર્ય કુમારની નજર સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં સારુ પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડ સીરીઝ માટે ટીમ ઇન્ડિયામાં પહેલીવાર જગ્યા બનાવવાનુ હશે.