IND v AUS: ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 15 જાન્યુઆરીથી બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાનારી અંતિમ ટેસ્ટ પર ખતરો ઉભો થયો છે. ટીમ ઈન્ડિયાએ કોવિડ-19ના કડક પ્રોટોકોલના કારણે બ્રિસ્બેનમાં રમાનારી અંતિમ ટેસ્ટ મેચ નહીં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ બે મેચ રમવા પર કોઇ વાંધ ન હોવાનં જણાવ્યું છે.


બ્રિસ્બેનમાં હાલ કોરોના વાયરસના કારણે આકરા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. બ્રિસ્બેન પહોંચ્યા બાદ બંને ટીમના ખેલાડીઓને ક્વોરન્ટાઇન રહેવું પડી શકે છે. ટીમ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યુ છે કે હવે તેઓ ખેલાડીઓને ફરીથી ક્વોરન્ટાઇન નહી મોકલે. કારણકે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ તમામ ખેલાડી ક્વોરન્ટાઇન પીરિયર પૂરો કરી ચુક્યા છે.

ઓસ્ટ્રેલિયન મીડિયાના રિપોર્ટ પ્રમાણે, ટીમ ઈન્ડિયા પોતાના ખેલાડીઓને ફરીથી ક્વોરન્ટાઈન મોકલવાના હકમાં નથી. બ્રિસબેનમાં હાલ બોર્ડર બંધ છે અને અહીં આતાં દરેક વ્યક્તિ પર ક્વોરન્ટાઈનના નિયમ કડકાઈથી લાગુ થાય છે. બ્રિસબેનમાં ક્વોરન્ટાઈન નિયમોમાં છૂટ નહીં મળવાની સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ સિડનીમાં બે ટેસ્ટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બાયો બબલને લઇ નવો વિવાદ છેડાયો છે. બાયો-સિક્યુરિટી પ્રોટોકોલના નિયમો તોડવાના કારણે ભારતીય ટીમના ઉપ-કેપ્ટન રોહિત શર્મા, રિષભ પંત, શુભમન ગિલ સહિત કુલ પાંચ ખેલાડીઓને ટીમથી અલગ કરવામાં આવ્યા છે.

આ દેશમાં જોવા મળી કોરોના રસીની આડઅસર,  બે જાણો વિગત

રાજ્યમાં આજે કઈ કઈ જગ્યાએ થઈ શકે છે માવઠું, જાણો વિગતો