નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર ટી નટરાજન આજે એક તસવીર શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે. તેને પોતાની પત્ની પવિત્રા અને દીકરી હનવિકાની સાથે એક ફેમિલી તસવીર શેર કરી છે. તેને આ તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરી છે.


આ તસવીર શેર કરતાં તેને લખ્યું- અમાર નાની પરી હનવિકા, તુ અમારા જીવનનો સૌથી સુંદર ઉપહાર છે, આ જ કારણ છે કે અમારુ જીવન આટલુ બધુ ખુશ છે. અમને માતા-પિતા તરીકે પસંદ કરવા માટે લડ્ડૂ તારો આભાર માનીએ છીએ. અમે તને પ્રેમ કરીએ છીએ, અને હંમેશા તમને પ્રેમ કરતા રહીશુ.



ઉલ્લેખનીય છે કે ટી નટરાજનની દીકરીનો જન્મ તે સમયે થયો જ્યારે તે આઇપીએલ 2020 રમવા દુબઇ ગયો હતો, આ પછી નટરાજનની પસંદગી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે થઇ હતી.

ટી નટરાજનની દીકરી તેના માટે ખુબ લકી સાબિત થઇ છે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેને ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યુ. તેને પહેલા જ વનડેમાં બે વિકેટ લીધી, ટી20માં તેને 6 વિકેટ ઝડપી, આ પછી ગાબા ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીતનો ભાગ બન્યો હતો.