નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ ટી20 સીરીઝમાં ભારતને પ્રદર્શન જબરદસ્ત ચાલી રહ્યું છે. આમાં ટીમ ઇન્ડિયાના બૉલરો ફૂલ ફોર્મમાં દેખાઇ રહ્યા છે. ટી20 ક્રિકેટમાં ટી નટરાજન પહેલી મેચથી જ પોતાના શાનદાર ફોર્મમાં દેખાઇ રહ્યો છે. નટરાજનના ફોર્મને જોતે લોકો તેને આગામી બુમરાહ ગણી રહ્યાં છે. લોકો માની રહ્યા છે નટરાજન ટીમ ઇન્ડિયાનો બીજો યોર્કર કિંગ બૂમરાહ સાબિત થશે. આ માટે કેટલાક આંકડા પણ આની સાબિતી આપી રહ્યાં છે.


વિરેન્દ્ર સહેવાગે પણ ટી નટરાજનનુ સમર્થન કર્યુ છે, સહેવાગે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ કરી છે, જેમાં બુમરાહની જગ્યા ભવિષ્યમાં નટરાજન લઇ શકે તેવી વાત કહેવામાં આવી છે. આ પૉસ્ટમાં બુમરાહ અને નટરાજન બન્ને સામેલ છે.

પૉસ્ટ પ્રમાણે, બન્નેની કેરિયર એકસમાન છે, જ્યારે કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત થયો ત્યારે બન્નેને ટીમમાં સિલેક્શન મળ્યુ છે. બન્નેએ વનડે અને ટી20માં ડેબ્યૂ ઓસ્ટ્રેલિયામાં કર્યુ છે. બન્ને સીરીઝની છેલ્લી મેચમાં રમ્યા. બન્નેએ વનડેમાં બે વિકેટ હાંસલ કરી. બન્નેએ ટી20માં ત્રણ વિકેટ મેળવી હતી.

ટી નટરાજને પહેલી ટી20માં પોતાની ચાર ઓવરમા 30 રન આપીને ત્રણ વિકેટ ઝડપી, જ્યારે વનડે ડેબ્યૂમાં તેને બે વિકેટ ઝડપી હતી.

ફાઇલ તસવીર

કોણ છે ટી નટરાજન.....
27 વર્ષીય ટી નટરાજન તામિલનાડુની ટીમમાંથી રમે છે, અને આઇપીએલ 2020માં તેનુ પરફોર્મન્સ જબરદસ્ત રહ્યું. હૈદરાબાદની ટીમમાંથી આઇપીએલમાં રમતા તેને સૌથી વધુ યોર્કર બૉલ ફેંક્યા અને આ મામલે બુમરાહ અને બૉલ્ટ જેવા ધૂરંધરોને પણ પાછળ પાડી દીધા હતા.

નટરાજનને ભારત તરફથી 232માં ખેલાડી તરીકે વનડેમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. નટરાજન ભારતીય વનડે ઇતિહાસમાં 11મો લેફ્ટ આર્મ ફાસ્ટ બૉલર છે. તામિલનાડુ પ્રીમિયર લીગથી શરૂ થયેલી નટરાજનની સફળતાની કહાની આઇપીએલ 13ની સિઝનમાં ધમાલ મચાવવા લાગી, આ પરફોર્મન્સ તેને સીધુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર લઇ ગયુ.