T10 League 2022: ક્રિકેટમાં અત્યારે મોટાભાગના બેટ્સમેનો સ્ટ્રાઇક રેટને ધ્યાનમાં રાખીને રન બનાવી રહ્યાં છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકટેર મોઇન ખાનના દીકરા આઝમ ખાન (Azam Khan) પોતાની વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી લોકોને ચોંકાવી દીધા છે. તેની વિસ્ફોટક બેટિંગની ચર્ચા હાલમાં દરેક જગ્યાએ થઇ રહી છે. આઝમ ખાને પોતાની આક્રમક બેટિંગનો પરચો ફરી એકવાર આપ્યો છે, તેને ટી10 લીગ 2022માં રમતા જબરદસ્ત પરફોર્મન્સ આપ્યુ છે. ન્યૂયોર્ક સ્ટ્રાઇકર્સ અને મૉરિસવિલે સેમ્પ આર્મીની વચ્ચે રમાયેલી એક મેચમાં આઝમ ખાનનો કેર જોવા મળ્યો.  

 

223થી વધુની સ્ટ્રાઇક રેટથી કરી બેટિંગ - 

આ મેચમાં આઝમ ખાનની ટીમ ન્યૂયોર્ક સ્ટ્રાઇકર્સે 12 રનોથી જીત હાસંલ કરી, પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂયોર્ક સ્ટ્રાઇકર્સે 10 ઓવરોમાં 8 વિકેટના નુકશાને 110 રન બનાવ્યા. આમાં આઝમ ખાન 21 બૉલમાં 47 રનોની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગા સામેલ હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 223.81 ની રહી હતી. આઝમ ખાને એકવાર ફરીથી પોતાના તાબડતોડ બેટિંગથી તમામ લોકોનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. 

 

ટી10 લીગમાં આઝમ ખાન અત્યાર સુધી ચાર મેચોમાં 39.33 ની એવરેજ અને 176.12 ની સ્ટ્રાઇક રેટ કુલ 118 રન બનાવી ચૂક્યો છે. લીગમાં સર્વાધિક રન બનાવવાના મામલામાં તે નંબર સાત પર છે. વળી, વેસ્ટ ઇન્ડિઝના નિકોલસ પૂરન 198 રનોની સાથે નંબર પર છે. 

 

Abu Dhabi T10 Schedule - બાકી રહેલી મેચોનું શિડ્યૂલ - 


29 નવેમ્બર


સાંજે 5.30: ટીમ અબુ ધાબી વિ સેમ્પ આર્મી


સાંજે 7.45: ડેક્કન ગ્લેડીયેટર્સ વિ ચેન્નાઈ બ્રેવ્સ


રાત્રે 10: બાંગ્લા ટાઈગર્સ વિરુદ્ધ દિલ્હી બુલ્સ


30 નવેમ્બર


સાંજે 5.30: ચેન્નાઈ બ્રેવ્સ વિરુદ્ધ ટીમ અબુ ધાબી


સાંજે 7.45: બાંગ્લા ટાઈગર્સ વિ. ડેક્કન ગ્લેડીયેટર્સ


10 PM: ન્યુયોર્ક સ્ટ્રાઈકર્સ વિ નોર્ધન વોરિયર્સ


1 ડિસેમ્બર


સાંજે 5.30: દિલ્હી બુલ્સ વિરુદ્ધ ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ


સાંજે 7.45: ટીમ અબુ ધાબી વિ બાંગ્લા ટાઈગર્સ


રાત્રે 10: સેમ્પ આર્મી વિ ડેક્કન ગ્લેડીયેટર્સ


2 ડિસેમ્બર


સાંજે 5.30: દિલ્હી બુલ્સ વિ ચેન્નાઈ બ્રેવ્સ


સાંજે 7.45: નોર્ધન વોરિયર્સ વિ સેમ્પ આર્મી


10 PM: ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ વિ. ટીમ અબુ ધાબી


3 ડિસેમ્બર


5.30 PM: ક્વોલિફાયર 1


સાંજે 7.45: એલિમિનેટર


રાત્રે 10: ક્વોલિફાયર 2


4 ડિસેમ્બર


સાંજે 5.30: ત્રીજા સ્થાન માટે મેચ


સાંજે 7.45: ફાઇનલ મેચ


મેચ ક્યારે અને ક્યાં જોવી?


ભારતમાં અબુ ધાબી T10 લીગનું સત્તાવાર પ્રસારણકર્તા Viacom-18 છે. આવી સ્થિતિમાં, આ લીગની તમામ મેચો કલર્સ સિનેપ્લેક્સ એસડી (હિન્દી), કલર્સ સિનેપ્લેક્સ એચડી (અંગ્રેજી), રિશ્તે સિનેપ્લેક્સ (હિન્દી) પર થશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Voot અને Jio સિનેમા એપ પર ઉપલબ્ધ રહેશે.