T20 Live Streaming: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે. આજની મેચ ન્યૂઝીલેન્ડના નેપિયર ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે, બન્ને ટીમો આજે જીત માટે એડીચોટનુ જોર લગાવશે, કેમ કે ભારતીય ટીમ ત્રણ મેચોની સીરીઝમાં 1 જીત સાથે 1-0થી લીડ બનાવી ચૂકી છે, અને કીવી ટીમ હજુ પ્રથમ જીતીની શોધમા છે, જાણો આજની મેચ કેટલા વાગે ને કઇ ચેનલ પરથી જોઇ શકાશે લાઇવ


ભારતમાં ટીવી પર પણ થશે લાઇવ ટેલિકાસ્ટ -
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાનારી ટી20 સીરીઝના પ્રસારણના અધિકાર કોઇ ટીવી ચેનલ પાસે નથી, પરંતુ ગયા બુધવારે મોડી સાંજે ભારતીય ફેન્સ માટે આની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. આ સીરીઝની તમામ મેચોને હવે ભારતમાં ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર જોઇ શકાશે. આ વિશે ડીડી સ્પોર્ટ્સે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર આની જાણકારી આપી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે, આ સીરીઝનો આનંદ તમે ડીડી સ્પોર્ટ્સ (ફ્રી ડિશ અને બીજા ડિશ નેટવર્ક) પરથી ઉઠાવી શકો છો. 


કઇ મોબાઇલ એપ પર જોઇ શકાશે મેચ 
આ સીરીઝને ડિજીટલ પ્રસારણના અધિકાર અમેઝૉનની પ્રાઇમ વીડિયોની પાસે છે, આવામાં તમામ મેચોનું ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્રાઇમ વીડિયો પર જોઇ શકાશે. જોકે આ માટે ફેન્સને પૈસા પણ ખર્ચવા પડશે અને અમેઝૉનની આ ઓટીટી એપ માટે સબ્સક્રિપ્શન લેવુ પડશે.


શું હશે મેચનું ટાઇમિંગ - 
ભારત અને ન્યૂઝીલેન્ડની ત્રીજી ટી20 મેચ ભારતીય સમયાનુસાર બપોરે 12.00 વાગ્યાથી શરૂ થશે. આ માટે ટૉસનો સિક્કો અડધા કલાક પહેલા એટલે કે સવારે 11:30 વાગ્યાથી ઉછાળવામાં આવશે. 


ક્યાં રમાશે પહેલી ટી20 મેચ 
સીરીઝની બીજી ટી20 મેચ મેક્લિન પાર્કના નેપિયર ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.


 






--


બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 


ભારતીય ટીમ
ઇશાન કિશન, ઋષભ પંત, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ.


ન્યૂઝીલેન્ડ ટીમ
ફિન એલન, ડેવૉન કૉન્વે, કેન વિલિયમસન, ગ્લેન મેક્સેવેલ, ડેરિલ મિશેલ, જેમ્સ નિશામ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઇશ સોઢી, એડમ મિલ્ન, લૉકૂ ફર્ગ્યૂસન.