AUS vs SL 2022: ટી20 વર્લ્ડ કપ 2022માં આજે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની ટીમો સામ સામે હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ પર્થમાં રમાઈ રહી હતી. ટી20 વર્લ્ડ કપ 2022ની આ મેચમાં ઓસ્ટ્રલિયાએ શ્રીલંકાને 7 વિકેટે હરાવી દીધું છે. માર્કસ સ્ટોઇનિસે 18 બોલમાં 59 રન બનાવીને બાજી પલટી નાખી હતી. આ ઈનિંગમાં તેમણે 4 ફોર અને 6 છગ્ગા ફટકાર્યા હતા. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટે 157 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ઓપનર પથુમ નિસાંકાએ 40 રન બનાવ્યા હતા. આ સિવાય ધનંજય ડી સિલ્વાએ 23 બોલમાં 26 રન અને ચરિથ અસાલંકાએ 25 બોલમાં અણનમ 38 રન બનાવ્યા હતા.






 


શ્રીલંકાનો મિડલ ઓર્ડર ફ્લોપ


પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની નબળી શરૂઆત થઈ હતી. કુશલ મેંડિસ 5 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો ત્યારે શ્રીલંકાનો સ્કોર 6 રન હતો. જે બાદ બીજી વિકેટ માટે નિસાંકા (45 બોલમાં 40 રન) અને ધનંજય ડી સિલ્વા (23 બોલમાં 26 રન)એ 69 રન જોડ્યા હતા. ભાનુકા રાજપક્ષે 7 રન, દાસુન શનાકા 3 રન અને વાસીંદુ હસરંગા 1 રન બનાવી આઉટ થતાં શ્રીલંકાનો સ્કોર 17.3 ઓવરમાં 6 વિકેટ પર 120 રન થઈ ગયો હતો. ચરિતાર્થ અસલંકા 25 બોલમાં 38 રન અને ચામીકા કરૂણારત્ને 7 બોલમાં 14 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. શ્રીલંકા તરફથી જોશ હેઝલવુડ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એસ્ટોન અગર અને ગ્લેન મેક્સવેલને 1-1 વિકેટ મળી હતી.


મેચ પહેલા ઓસ્ટ્રેેલિયાનો સ્પિનર કોવિડ પોઝિટિવ







બન્ને ટીમોની પ્લેઇંગ-11
શ્રીલંકા: પથુમ મિસાંકા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), ધનંજય ડી સિલ્વા, ચરિથ અસલંકા, ભાનુકા રજપક્ષે, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરંગા,ચમિકા કરુણારત્ને, લાહિરુ કુમારા, મહેશ થિક્શાના અને બિનુરા ફર્નાન્ડો.


ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, એરોન ફિંચ (કેપ્ટન), મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, મૈથ્યૂ વેડ, પૈટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એશ્ટન અગર અને જોસ હેઝલવુડ.