T20 WC, AUS v SL: ICC T20 વર્લ્ડકપની 19મી મેચ આજે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેંસલો લીધો હતો. મેચ પહેલા ઓસ્ટ્રેલિયાનો સ્પિનર એડમા ઝમ્પા કોવિડ પોઝિટિવ આવતાં ટીમમાં સામેલ કરાયો નહોતો. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 157 રન બનાવ્યા હતા.
મિડલ ઓર્ડર ફ્લોપ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની નબળી શરૂઆત થઈ હતી. કુશલ મેંડિસ 5 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો ત્યારે શ્રીલંકાનો સ્કોર 6 રન હતો. જે બાદ બીજી વિકેટ માટે નિસાંકા (45 બોલમાં 40 રન) અને ધનંજય ડી સિલ્વા (23 બોલમાં 26 રન)એ 69 રન જોડ્યા હતા. ભાનુકા રાજપક્ષે 7 રન, દાસુન શનાકા 3 રન અને વાસીંદુ હસરંગા 1 રન બનાવી આઉટ થતાં શ્રીલંકાનો સ્કોર 17.3 ઓવરમાં 6 વિકેટ પર 120 રન થઈ ગયો હતો. ચરિતાર્થ અસલંકા 25 બોલમાં 38 રન અને ચામીકા કરૂણારત્ને 7 બોલમાં 14 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. શ્રીલંકા તરફથી જોશ હેઝલવુડ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એસ્ટોન અગર અને ગ્લેન મેક્સવેલને 1-1 વિકેટ મળી હતી.
મેચ પહેલા ઓસ્ટ્રેેલિયાનો સ્પિનર કોવિડ પોઝિટિવ
શ્રીલંકા સામેની મેચ માટે એડમ ઝમ્પાના કોવિડ પોઝિટિવ બાદ ઓસ્ટ્રેલિયાને મોટો આંચકો લાગ્યો હતો. લેગ-સ્પિનર એડમ ઝમ્પા કોવિડ-19 પોઝિટિવ આવતાં ટીમમાં સામેલ કરાયો નહોતો. અગાઉ કોવિડ પોઝિટિવ કરનારા ખેલાડીઓને ફરજિયાત પરીક્ષણમાંથી પસાર થવું પડતું હતું અને ઘણા નકારાત્મક COVID-19 પરિણામો પછી ટીમમાં પરત લેવામાં આવતા હતા. જો કે, ઓસ્ટ્રેલિયન સરકારે આ મહિનાની શરૂઆતમાં ફરજિયાત આઇસોલેશન આવશ્યકતાઓને નાબૂદ કરી હતી અને અગાઉના સંસ્કરણથી વિપરીત યુએઈમાં નિયમો હળવા કરવામાં આવ્યા હતા.
થોડા દિવસો પહેલા આઇરિશ ઓલરાઉન્ડર જ્યોર્જ ડોકરેલ કોવિડ પોઝિટિવ હોવા છતાં શ્રીલંકા સામે રમ્યો હતો. ICC વર્લ્ડ કપના નવા નિયમો અનુસાર, કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવે તો પણ ખેલાડીઓ મેચમાં રમી શકે છે