T20 WC 2022: T20 વર્લ્ડ કપ 2022 હવે ખૂબ રોમાંચક બની રહ્યો છે. વર્લ્ડકપમાં સેમીફાઇનલની રેસ ખૂબ રસપ્રદ બની છે. અત્યાર સુધી માત્ર બે ટીમો જ સુપર-12માંથી બહાર થઈ છે અને 10 ટીમો વચ્ચે સેમીફાઈનલની રેસ ચાલી રહી છે. ભલે કેટલીક ટીમો સત્તાવાર રીતે બહાર થઈ ન હોય, પરંતુ સેમીફાઈનલમાં સ્થાન મેળવવાની કોઈ આશા નથી. અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ સત્તાવાર રી સેમીફાઇનલની રેસમાંથી બહાર થઇ ગઇ છે. ચાલો જાણીએ બાકીની ટીમોની શું છે સ્થિતિ?


ગ્રુપ-1માંથી ન્યૂઝીલેન્ડની સ્થિતિ સૌથી મજબૂત છે


ન્યૂઝીલેન્ડ પાસે ગ્રુપ 1માંથી સેમીફાઈનલમાં જવાની સારી તક છે. આ ગ્રૂપમાં ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના હાલમાં ચાર મેચ રમીને પાંચ-પાંચ પોઈન્ટ છે. જો ન્યૂઝીલેન્ડ તેની છેલ્લી મેચ આયરલેન્ડ સામે જીતશે તો તે સેમીફાઈનલમાં પહોંચી જશે. ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામેની છેલ્લી મેચ મોટા અંતરથી જીતવી પડશે કારણ કે ઇંગ્લેન્ડ લીગ તબક્કાની છેલ્લી મેચ રમશે. જો ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બંને તેમની છેલ્લી મેચ જીતે છે, તો પછી એક ટીમ નેટ રન-રેટના આધારે આગળ વધશે.


જો શ્રીલંકા ઈંગ્લેન્ડને હરાવશે અને ઓસ્ટ્રેલિયા પણ તેની મેચ હારી જશે તો શ્રીલંકાની ટીમ સેમીફાઈનલમાં પહોંચશે જો ન્યુઝીલેન્ડ પણ તેની મેચ હારી જાય છે તો ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા ત્રણેય માટે રસ્તો ખુલ્લો રહેશે.


ગ્રુપ-2માંથી ભારત અને દક્ષિણ આફ્રિકા મજબૂત


ભારતે ગ્રુપ-2માંથી પોતાની સ્થિતિ મજબૂત કરી છે. જો ભારત તેની છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વેને હરાવશે તો તે સીધી સેમીફાઇનલમાં પહોચી જશે પરંતુ જો ટીમ ઇન્ડિયા તેની મેચ હારી જાય તો તેણે અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે. જો દક્ષિણ આફ્રિકા પાકિસ્તાન સામેની મેચ જીતી જશે તો પાકિસ્તાનની ટીમ બહાર થઈ જશે અને ભારતનું કામ સરળ થઈ જશે. જો પાકિસ્તાન સાઉથ આફ્રિકાને હરાવશે તો તે તેની છેલ્લી મેચ પણ જીતીને સેમિફાઇનલમાં પહોંચવાની આશા રાખી શકે છે. આવી સ્થિતિમાં તેને સાઉથ આફ્રિકા અથવા ભારત સામે છેલ્લી મેચ હારવાની આશા રાખવી પડશે. જો પાકિસ્તાન સાઉથ આફ્રિકા સામે હારી જશે તો તે બહાર થઈ જશે અને આફ્રિકા સેમીફાઈનલમાં જગ્યા પાકી કરી લેશે.