T20 વર્લ્ડકપમાં આજે ક્રિકેટના મેદાનમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે, ક્રિકેટ ચાહકો આ મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કાશ્મીર સરહદે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અને પરપ્રાંતિય શ્રમિકોની હત્યા અને દેશના કેટલાક નેતાઓ અને નાગરિકોના વિરોધ તેમજ નારાજગી વચ્ચે આજે ટી-20 વર્લ્ડ કપની સૌથી રોમાંચક અને મેગા મુકાબલા સમાન મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. વિશ્વમાં જયાં જયાં ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો વસતા હશે ત્યાં અત્યારથી જ તેઓના દિલની ધડકન વધવાની શરૂ થઈ ચૂકી છે.
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકે મેચ શરૂ થશે. ટોસ 7 વાગ્યે થશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરશે તેથી પ્રથમ બેટિંગ કરનારી ટીમ મોટો સ્કોર બનાવે તે જરૂરી છે.
ટી20 વર્લ્ડકપના લાઇવ ટેલિકાસ્ટના અધિકાર સ્ટાર નેટવર્કની પાસે છે. ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર નેટવર્કની ચેનલો પર થશે. ભારતીય ઉપમહાદ્વીપ શ્રીલંકા, ભૂટાન, બાંગ્લાદેશ અને માલદીવ ઉપરાંત અન્ય દેશોમાં પણ આ નેટવર્ક પર આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે. ફેન્સ સ્ટાર સ્પૉર્ટ્સ 1, સ્ટાર સ્પૉર્ટ્સ 1 એચડી, સ્ટાર સ્પૉર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પૉર્ટ્સ 2 , સ્ટાર સ્પૉર્ટ્સ 2 એચડી, અને સ્ટાર સ્પૉર્ટ્સ 2 હિન્દી ની ચેનલ્સ પર તમામ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકો છો. આ ઉપરાંત તમે ડિઝ્ની હૉટસ્ટાર એપ પર પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો.
ચેનલ ન હોય તે લોકો કેવી રીતે જોઈ શકેશે મેચ
ભારતમાં ક્રિકેટની દિવાનગીને ધ્યાનમાં રાખીને દૂરદર્શન અને આકાશવાણીથી લાઇવ મેચ, રેડિયો કોમેંટ્રી પ્રસારિ થશે. ડીડી ફ્રી ડિશ પરથી ભારતની તમામ મેચ, સેમિ ફાઈનલ અને ફાઈનલનું પ્રસારણ થશે.
ભારત સામે પાકિસ્તાનનો કેવો છે વર્લ્ડકપ રેકોર્ડ
ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ જ્યારે પણ મેદાન પર ટકરાય ત્યારે હંમેશા તણાવપૂર્ણ માહોલ હોય છે. ભારત અને પાકિસ્તાનન વચ્ચે અત્યાર સુધીમાં 50 અને 20 ઓવરના વર્લ્ડકપમાં મળીને 12 મુકાબલા રમાયા છે અને તમામ ભારતે જીત્યા છે. વન ડે વર્લ્ડકપમાં ભારત 7 અને ટી20 વર્લ્ડકપમાં 5 મેચ જીત્યું છે. પાકિસ્તાનનું હંમેશા સપનું વર્લ્ડકપમાં ભારતને હરાવવાનું રહ્યું છે. પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી આ સપનું પૂરું થઈ શક્યું નથી. ભારત અને પાકિસ્તાન વર્લ્ડકપમાં પ્રથમ વખતે 1992માં ટકારાયા હતા. જે બાદ 2007માં જ્યારે ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ ત્યારથી આ બંને હરિફ દેશો આ ફોર્મેટમાં ટકરાઈ રહ્યા છે પરંતુ તેમ છતાં કોઈપણ ફોર્મેટમાં પાકિસ્તાન ભારતને આજદિન સુધી હરાવી શક્યું નથી.