T20 World Cup 2021: ન્યૂઝીલેન્ડની અફઘાનિસ્તાન સામે 8 વિકેટથી જીત સાથે જ ભારત ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી20 વર્લ્ડકપની સેમિ ફાઈનલમાંથી ફેંકાઈ ગયું છે. ભારત બહાર થતાં જ ફેન્સ અલગ અલગ અંદાજમાં રોષ વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક ફેન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટીમ ઈન્ડિયાને જોરદાર ટ્રોલ કરી છે અને આ અંગેના અમુક મીમ્સ પણ વાયરલ થયા છે.
આ લિસ્ટમાં ભારતના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગનું નામ પણ સામેલ છે. સેહવાગે મીમ દ્વારા ટીમ ઈન્ડિયાની ફિરકી ઉતારી છે. તેણે વર્લ્ડકપમાંથી ભારતીય ટીમ બહાર થવા પર રાહુલ ગાંધીનો ફોટો શેર કરીને લખ્યું, ખતમ, બાય-બાય, ટાટા, ગુડ બાય.
ફિલ્મોના સીન શેર કરીને પણ ટીમ ઈન્ડિયાને ટ્રોલ કરવામાં આવી રહી છે.
પાકિસ્તાન સરકારના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ હુસૈને પણ એક ટ્વીટ કરીને ટીમ ઈન્ડિયાને ટ્રોલ કરી છે. તેમણે લખ્યું, જો ટીમ ઈન્ડિયા નામીબિયાને 3 ઓવરમાં હરાવી દે તો જલ્દી એરપોર્ટ પહોંચી શકે છે.
એક યૂઝરે ભારતની આશા પર પાણી ફેરવી દેનારા અફઘાનિસ્તાન પર વ્યંગ કર્યો છે.
સેમિ ફાઈનલમાં કઈ ટીમની કોની સામે ટક્કર
10 નવેમ્બરઃ સેમિ ફાઈનલ 1- ઈંગ્લેન્ડ વિ ન્યૂઝીલેન્ડ
11 નવેમ્બરઃ સેમિ ફાઈનલ 2 ઓસ્ટ્રેલિયા વિ પાકિસ્તાન
બે સુપર ટીમો 14મી નવેમ્બરે 2021ના દિવસે સાંજે 7.30 વાગે આઇસીસી ટી20 વર્લ્ડકપ પર કબજો જમાવવા મેદાનમાં ઉતરશે અને ત્યારબાદ એક નવું ટી20 ચેમ્પિયન મળશે.
સેમિ ફાઈનલમાં પહોંચનારી ટીમોની કેવી રહી સફર
પાકિસ્તાન – 5 મેચ, 5 જીત
ઓસ્ટ્રેલિયા – 5 મેચ, 4 જીત, 1 હાર
ઈંગ્લેન્ડ – 5 મેચ, 4 જીત, 1 હાર
ન્યૂઝીલેન્ડ – 5 મેચ, 4 જીત, 1 હાર