T20 WC: ટી20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો ફ્લોપ શો ચાલુ છે. રવિવારે સુપર 12 સ્ટેજની મેચમાં ન્યુઝીલેન્ડ સામે 8 વિકેટથી કારમી હાર થઈ હતી. તેની સાથે ટીમ ઈન્ડિયાની સેમિ ફાઈનલમાં પ્રવેશવાની આશા ધૂંધળી બની છે. પહેલી મેચમાં પાકિસ્તાન સામે 10 વિકેટથી કારમી હાર થઈ હતી. 2 મેચ બાદ ટીમ ઈન્ડિયાના 0 પોઈન્ટ છે અને ગ્રુપમાં પાંચમા સ્થાને છે અને માત્ર સ્કોટલેંડ જ પાછળ છે.


આપીએલ પર પ્રતિબંધ લગાવવાની ફેન્સની માંગ


ન્યુઝીલેન્ડ સામે હાર બાદ ભારતીય ફેંસ ઘણા નારાજ છે. હવે ટ્વિટર પર ઈન્ડિયન પ્રીમિયર લીગ પર પ્રતિબંધ મુકવાની માંગ થઈ રહી છે. લોકો #BanIPL નો ઉપયોગ કરી રહ્યા છે. ફેંસનું માનવું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત સારું પરફોર્મન્સ ન આપી શકે તો આટલી મોંઘી લીગ યોજવાનો શું ફાયદો.




ધોનીનો શું રોલ ?


આ ઉપરાંત ફેંસ મેંટર ધોનીના રોલને લઈ પણ સવાલ ઉઠાવી રહ્યા છે. આ માટે હેશટેગ Mentor Dhoni નો યૂઝ કરવામાં આવી રહ્યો છે. આ વખતે ભારતીય ક્રિકેટ બોર્ડે એમએસ ધોનીને માર્ગદર્શક બનાવ્યો છે. ધોનીના નેતૃત્વમાં જ ભારત 2007માં રમાયેલો પ્રથમ ટી20 વર્લ્ડકપ જીત્યું હતું.




પોઈન્ટ ટેબલમાં ભારત છેલ્લેથી બીજા ક્રમે


ન્યુઝીલેન્ડ સામે હાર બાદ ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં છેલ્લેથી બીજા ક્રમે છે. પ્રથમ ક્રમે પાકિસ્તાન, અફઘાનિસ્તાન બીજા, ન્યુઝીલેન્ડ ત્રીજા, નામીબિયા ચોથા, ભારત પાંચમા અને સ્કોટલેંડ છઠ્ઠા ક્રમે છે. ટીમ ઈન્ડિયાએ સેમી ફાઈનલમાં પહોંચવા માટે ત્રણેય. મુકાબલા જીતવા પડશે. ઉપરાતં ગ્રુપ 2ની બીજી ટીમોના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. ટીમ ઈન્ડિયાએ હવે સ્કોટલેંડ, નામીબિયા અને અફઘાનિસ્તાનનો સામનો કરવાનો છે.