T20 World Cup: ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાને ન્યૂઝીલેન્ડના હાથે ફરી એકવાર ભૂંડી હારનો સામનો કરવો પડ્યો. છેલ્લા 18 વર્ષોથી આ સિલસિલો ચાલ્યો આવે છે, ભારતીય ટીમ આઇસીસી ટૂર્નામેન્ટમાં છેલ્લા 18 વર્ષોથી ક્યારેય ન્યૂઝીલેન્ડને હરાવી શકી નથી. ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપમાં સામે છેલ્લી જીત વર્ષ 2003માં મળી હતી. 


2003ના ODI World Cupમાં સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યુ હતુ, ત્યારે ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 146 રન પર ઓલઆઉટ કરી દીધી હતુ, ત્યારબાદ 3 વિકેટ પર 150 રન બનાવીને ગાંગુલી એન્ડ કંપનીએ આ મેચને પોતાના નામે કરી લીધી હતી. આ એક શાનદાર જીત રહી હતી. 


2003 બાદ ICC ટૂર્નામેન્ટમાં દરેક વખતે ભારતને મળી છે કારમી હાર.........
- T20 વર્લ્ડકપ 2007ના ગૃપ રાઉન્ડમાં ન્યૂઝીલેન્ડમાં ભારતને 10 રનથી હરાવ્યુ.
- ભારતને T20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી હાર 2016માં મળી, ત્યારે 47 રનોથી ટીમ ઇન્ડિયા હારી હતી. 
- વર્લ્ડકપ 2019 સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 18 રનોથી હરાવ્યુ હતુ.
- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2021માં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હરાવ્યુ હતુ. 
- T20 વર્લ્ડકપ 2021માં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હરાવ્યુ. 


ન્યૂઝીલેન્ડની 8 વિકેટથી જીત
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 111 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને વિરોધી ટીમે 14.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે બે વિકેટ ઝડપી હતી. તેના સિવાય કોઈ બોલર વિકેટ મેળવી શક્યો નહોતો. પાકિસ્તાન બાદ ટીમ ઈન્ડિયાનો ટૉપ ઓર્ડર ન્યૂઝીલેન્ડ સામે નિષ્ફળ રહ્યો હતો. સુપર-12 મેચમાં ન્યૂઝીલેન્ડે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 


સોશ્યલ મીડિયા પર આ ભૂંડી હારને લઇને ટીમ ઇન્ડિયાનુ જોરદાર ટ્રૉલિંગ થઇ રહ્યું છે. લોકો આ હારને પચાવી શકતા નથી. ક્રિકેટ ચાહકો હવે માંગ કરી રહ્યાં છે કે, ટીમમાંથી કેપ્ટન વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રોહિત શર્માને કાઢી મૂકવાની માંગ કરી રહ્યાં છે.