T20 WC, IND vs AFG: ટી20 વર્લ્ડકપમાં જો ભારતે સેમિ ફાઈનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખવી હશે તો કોઈપણ હિસાબે આજે અફઘાનિસ્તાન સામેની મેચ જીતવી પડશે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર બાદ ભારતીય ખેલાડીઓ નિરાશ છે. વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજું સ્થાન ધરાવતી ભારતીય ટીમ સાતમી ક્રમાંકિત અફઘાન ટીમ સામે જીતવા માટે ફેવરિટ છે.


કેટલા વાગે શરૂ થશે મેચ


અબુ ધાબીમાં સાંજે ૭.૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. સાંજે 7 કલાકે ટોસ થશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરશે


કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ


ટી20 વર્લ્ડકપના લાઇવ ટેલિકાસ્ટના અધિકાર સ્ટાર નેટવર્કની પાસે છે.  ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર નેટવર્કની ચેનલો પર થશે. ભારતીય ઉપમહાદ્વીપ શ્રીલંકા, ભૂટાન, બાંગ્લાદેશ અને માલદીવ ઉપરાંત અન્ય દેશોમાં પણ આ નેટવર્ક પર આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે. ફેન્સ સ્ટાર સ્પૉર્ટ્સ 1, સ્ટાર સ્પૉર્ટ્સ 1 એચડી,  સ્ટાર સ્પૉર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પૉર્ટ્સ 2 , સ્ટાર સ્પૉર્ટ્સ 2 એચડી, અને સ્ટાર સ્પૉર્ટ્સ 2 હિન્દી ની ચેનલ્સ પર તમામ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકો છો. આ ઉપરાંત તમે ડિઝ્ની હૉટસ્ટાર એપ પર પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો. 


ચેનલ ન હોય તો પણ અહીંથી ફ્રી જોઈ શકાશે મેચ


ભારતમાં ક્રિકેટની દિવાનગીને ધ્યાનમાં રાખીને દૂરદર્શન અને આકાશવાણીથી લાઇવ મેચ, રેડિયો કોમેંટ્રી પ્રસારિ થશે. ડીડી ફ્રી ડિશ પરથી ભારતની તમામ મેચ, સેમિ ફાઈનલ અને ફાઈનલનું પ્રસારણ થશે.


મેચ પહેલા અફઘાનિસ્તાનના બોલરનું મોટું નિવે્દન


 મેચ પહેલા અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર હામિદ હસને મોટું નિવેદન આપ્યું છે. હામિદે કહ્યું કે, જો ટીમ ઈન્ડિયા સામે અમે મોટો સ્કોર કરીશું તો તેમને હરાવી શકીએ છીએ. તેણે જણાવ્યું, ભારત સામે અમારા સારા ચાન્સ છે. જો અમે મોટો સ્કોર કરીશું તો બોલિંગ, ફિલ્ડિંગના દમ પર તેમને હરાવી શકીએ છીએ. બધું પિચ પર નિર્ભર કરે છે. શરૂઆતમાં અમારે જોવું પડશે કે પિચ કેવી છે અને બાદમાં પ્લાન પર કામ કરીશું. આ મેચમાં અમે પૂરી તાકાત લગાવી દઈશું, પછી તે ફાસ્ટ બોલિંગ હોય કે સ્પિન બોલિંગ.