India vs Pakistan: T20 World Cup 2021માં આજે ભારતીય ટીમ તેના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે મેચ રમીને કરશે. આ બ્લોકબસ્ટર મુકાબાલ પર સમગ્ર વિશ્વની નજર છે.  ભારત પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં એક પણ મેચ ન હારવાનો રેકોર્ડ જાળવી રાખવા હોટ ફેવરિટ છે, જ્યારે પાકિસ્તાન નવો ઈતિહાસ રચવા સજ્જ છે. ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટર સુધીર અને પાકિસ્તાન ક્રિકેટ ટીમનો સમર્થક ચાચા પણ દુબઈ પહોંચી ગયા છે.


સુધીરે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું, આ હાઈવોલ્ટેજ મેચ છે. અત્યાર સુધી પાકિસ્તાન સામે આપણે ક્યારેય હાર્યા નથી. ભારત 2007નું પુનરાવર્તન કરશે તેવો મને વિશ્વાસ છે. પાકિસ્તાનની ટીમના સમર્થક મોહમ્મદ બશીરે કહ્યું, ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે ખુશીની વાત છે.  હું પાકિસ્તાન જીતે તેવી પ્રાર્થના કરું છું પણ એમએસ ધોની મારો ફેવરિય છે. મને આશા ચે કે પાકિસ્તાન મેચ જીતશે અને પાકિસ્તાનના લોકો પણ સેલિબ્રેશન કરશે.






કેટલા વાગે શરૂ થશે મેચ


ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકે મેચ શરૂ થશે. 7 કલાકે ટોસ થશે, આ મેદાન પર ટોસ જીતનારી ટીમ પ્રથમ ફિલ્ડિંગ કરશે તેમ માનવામાં આવે છે.


ટી20 વર્લ્ડકપના લાઇવ ટેલિકાસ્ટના અધિકાર સ્ટાર નેટવર્કની પાસે છે.  ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર નેટવર્કની ચેનલો પર થશે. ભારતીય ઉપમહાદ્વીપ શ્રીલંકા, ભૂટાન, બાંગ્લાદેશ અને માલદીવ ઉપરાંત અન્ય દેશોમાં પણ આ નેટવર્ક પર આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે. ફેન્સ સ્ટાર સ્પૉર્ટ્સ 1, સ્ટાર સ્પૉર્ટ્સ 1 એચડી,  સ્ટાર સ્પૉર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પૉર્ટ્સ 2 , સ્ટાર સ્પૉર્ટ્સ 2 એચડી, અને સ્ટાર સ્પૉર્ટ્સ 2 હિન્દી ની ચેનલ્સ પર તમામ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકો છો. આ ઉપરાંત તમે ડિઝ્ની હૉટસ્ટાર એપ પર પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો. 


ભારતમાં ક્રિકેટની દિવાનગીને ધ્યાનમાં રાખીને દૂરદર્શન અને આકાશવાણીથી લાઇવ મેચ, રેડિયો કોમેંટ્રી પ્રસારિ થશે. ડીડી ફ્રી ડિશ પરથી ભારતની તમામ મેચ, સેમિ ફાઈનલ અને ફાઈનલનું પ્રસારણ થશે.


ભારત સામે પાકિસ્તાનનો કેવો છે વર્લ્ડકપ રેકોર્ડ


ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ જ્યારે પણ મેદાન પર ટકરાય ત્યારે હંમેશા તણાવપૂર્ણ માહોલ હોય છે. ભારત અને પાકિસ્તાનન વચ્ચે અત્યાર સુધીમાં 50 અને 20 ઓવરના વર્લ્ડકપમાં મળીને 12 મુકાબલા રમાયા છે અને તમામ ભારતે જીત્યા છે. વન ડે વર્લ્ડકપમાં ભારત 7 અને ટી20 વર્લ્ડકપમાં 5 મેચ જીત્યું છે. પાકિસ્તાનનું હંમેશા સપનું વર્લ્ડકપમાં ભારતને હરાવવાનું રહ્યું છે. પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી આ સપનું પૂરું થઈ શક્યું નથી. ભારત અને પાકિસ્તાન વર્લ્ડકપમાં પ્રથમ વખતે 1992માં ટકારાયા હતા. જે બાદ 2007માં જ્યારે ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ ત્યારથી આ બંને હરિફ દેશો આ ફોર્મેટમાં ટકરાઈ રહ્યા છે પરંતુ તેમ છતાં કોઈપણ ફોર્મેટમાં પાકિસ્તાન ભારતને આજદિન સુધી હરાવી શક્યું નથી.