Social Media Reactions: પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાનની ટીમે બુધવારે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. જો કે આ જીત બાદ પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. જ્યારે T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઇનલ મેચ 10 નવેમ્બરે એડિલેડ ઓવલમાં રમાશે.






સોશિયલ મીડિયા પર ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા


બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ મેચની વિજેતા ટીમ 13 નવેમ્બરે ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. પાકિસ્તાન ફાઇનલમાં પહોંચવા પર સોશિયલ મીડિયા યુઝર્સ સતત પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે.  વાસ્તવમાં સોશિયલ મીડિયા પર ઘણા ભારતીય ચાહકોનું કહેવું છે કે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારી જશો તો કોઇ અફસોસ નહીં થાય પરંતુ ફાઇનલમાં પાકિસ્તાન સામે હારી જશો તો ખૂબ અફસોસ થશે. એટલા માટે ચાહકોએ ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલમાં જીત મેળવવાની અપીલ કરી છે. જોકે, ફેન્સ સોશિયલ મીડિયા પર મીમ્સ શેર કરીને સતત કોમેન્ટ કરી રહ્યા છે.






બીજી સેમિફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે


ઉલ્લેખનીય છે કે, સુપર-12 રાઉન્ડમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાને સુપર-12 રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકા સામે જ હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ સિવાય રોહિત શર્માની ટીમે પાકિસ્તાન, નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વેને હરાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયા 8 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપર હતી. હવે ભારતીય ટીમ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે. બંને ટીમો વચ્ચેની આ મેચ એડિલેડ ઓવલ મેદાન પર ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.