India vs Pakistan: આઇસીસી ટી20 વર્લ્ડકપમાં દરેક ટીમોએ પોતાની સફરની શરૂઆત કરી દીધી છે. તમામ ટીમો અત્યારે સુપર 12 ગૃપની મેચો રમી રહી છે. અને આગામી સેમિ ફાઇનલ માટે ટક્કર આપી રહી છે. આ બધાની વચ્ચે હવે કેટલાક ટીમો એવી છે જે સેમિ ફાઇનલ અને ફાઇનલમાં પણ પહોંચવાની તાકાત રાખે છે, પરંતુ આ બધાની વચ્ચે પાકિસ્તાની દિગ્ગજ શોએબ અખ્તરે એક મોટી ભવિષ્યવાણી કરી છે, શોએબ અખ્તરે કહ્યું છે કે પાકિસ્તાન ટીમ ફાઇનલમાં પહોંચશે. 


ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ટીમને પોતાની સુપર 12ની બન્ને શરૂઆતી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, પહેલી માટેમાં ભારતે 4 વિકેટે હાર આપી અને બીજી મેચમાં ઝિમ્બાબ્વેની ટીમે રોમાંચક મેચમાં 1 રનથી હરાવ્યુ છે, હવે પાકિસ્તાનને સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા પણ લગભગ ધૂંધળી બની ગઇ છે. ત્યારે પાકિસ્તાની દિગ્ગજ અખ્તરે મોટી ભવિષ્યવાણી કરીને કહ્યું છે કે પાકિસ્તાની ટીમ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલમાં પહોંચી જશે, અને ફાઇનલમાં ભારત સામે ટક્કર થશે. 


ફાઇનલમાં ટકરાશે ભારત અને પાકિસ્તાન -
શોએબ અખ્તરે કહ્યું કે ટી20 વર્લ્ડકપનો સફર હજુ પણ બચેલો છે, ભારત અને પાકિસ્તાનની ટીમો એકવાર ફરીથી ફાઇનલમાં આમને સામને ટકરાશે. બાબરની કેપ્ટનશીપ વાળી પાકિસ્તાની ટીમ ભારતને ફરી એકવાર જરૂર હરાવશે.  


ખાસ વાત છે કે, ભારત અને પાકિસ્તાન બન્ને એક જ ગૃપમાં છે, અને જો બન્ને ટીમો સેમિ ફાઇનલમાં પહોંચે છે, તો તેની ટક્કર ગૃપ 1ની બે ટૉપ ટીમો સામે થશે. આવામાં જો ભારત અને પાકિસ્તાન બન્ને સેમિ ફાઇનલ જીતી જાય છે, તો બન્ને ટીમો ફરી એકવાર ફાઇનલમાં આમને સામને આવી શકે છે, જોકે આ માત્ર અનુમાન છે. 


T20 WCમાં બે હારથી પાકિસ્તાન મુકાઇ ગઇ મુશ્કેલીમાં, જાણો હવે સેમિ ફાઇનલમાં કઇ રીતે પહોંચી શકે ?
Pakistan Cricket Team: પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે આ વખતનો ટી20 વર્લ્ડકપ 2022 સારો નથી રહ્યો, શરૂઆતની બે મેચોમાં સળંગ હાર મળતાંની સાથે જે હવે કેટલાક સવાલો ઉભા થવા લાગ્યા છે. બાબર આઝમની ટીમને આઇસીસી ટી20 વર્લ્ડકપની પહેલી મેચમાં ભારતીય ટીમ તરફથી હાર મળી, અને બીજી મેચમાં ઝિમ્બાબ્વેએ 1 રનથી હાર આપી, આ બે હાર બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમ બરાબરની ફંસાઇ ગઇ છે. પાકિસ્તાનને હવે વર્લ્ડકપ સેમિફાઇનલમાં પહોંચવા આગળની મેચોમાં જીત સાથે અન્ય ટીમો પર નજર રાખીને બેસી રહેવુ પડશે. જાણો હવે કઇ રીતે પાકિસ્તાન ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે.. 


પાકિસ્તાન જે ગૃપમાં છે તે ગૃપમાં ભારતનુ સેમિ ફાઇનલમાં પહોંચવુ સૌથી આસાન લાગી રહ્યું છે. કેમકે ભારતે અત્યારે માત્ર બે જ મેચ રમી છે અને બન્નેમાં જીત મેળવી છે. હવે સેમિ ફાઇનલમાં ભારતને જવા માટે ત્રણમાંથી બે મેચો જીતવાની છે. 


પાકિસ્તાનનુ સેમિ ફાઇનલમાં પહોંચવુ સમીકરણ  -
જો પાકિસ્તાની ટીમ દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ્સ અને બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાની મેચમાં જીત મેળવી લે છે, તો પણ તેનુ સેમિ ફાઇનલમાં પહોંચવુ પાક્કી નહીં થાય. તેને ત્રણેય મેચોમાં સતત જીતની સાથે આવી આશા રાખવી પડશે કે હવે દક્ષિણ આફ્રિકા ત્રણમાંથી બે મેચ હારી જાય, જો દક્ષિમ આફ્રિકાએ બે મેચમાં જીત હાંસલ કરી લીધી, તો પાકિસ્તાન ત્રણ મેચ જીતવા છતાં તેનાથી એક પૉઇન્ટ પાછળ રહેશે.  


દક્ષિણ આફ્રિકાને ભારત, પાકિસ્તાન, અને નેધરલેન્ડ્સ વિરુદ્ધ મેચ રમવાની છે. આવામાં પાકિસ્તાનના ફેન્સ એવી આશા રાખી શકે છે કે દક્ષિણ આફ્રિકા હજુ બે મેચ હારી શકે છે. હાલમાં પાકિસ્તાન માટે આગળની રાહ ખુબ મુશ્કેલ દેખાઇ રહી છે.