T20 World Cup Points Table: ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપમાં કરો યા મરો મેચમાં અફઘાનિસ્તાનને 4 રને હરાવ્યું. એડિલેડમાં રમાયેલી આ રોમાંચક મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 168 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 164 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ.
આ જીત સાથે ઓસ્ટ્રેલિયા સુપર-12ના ગ્રુપ Aના પોઈન્ટ ટેબલમાં 7 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયાને આ મેચ મોટા અંતરથી જીતવી હતી પરંતુ તે તેમ કરી શક્યું નહીં. આવી સ્થિતિમાં હવે કાંગારૂ ટીમે આશા રાખવી પડશે કે ઇંગ્લેન્ડની ટીમ તેની છેલ્લી મેચ શ્રીલંકા સામે હારે. જો આમ થશે તો ઓસ્ટ્રેલિયન ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકે છે.
ગ્રુપ A પોઈન્ટ્સ ટેબલ પોઝિશન
સુપર-12ના ગ્રુપ Aમાં, ન્યુઝીલેન્ડ 7 પોઈન્ટ અને તેના સારા રન રેટના આધારે T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની. આ સાથે જ યજમાન ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ આશા રહેશે કે આવતીકાલની મેચમાં શ્રીલંકા ઈંગ્લેન્ડને હરાવશે. જો આમ થશે તો ઓસ્ટ્રેલિયા 7 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચી જશે.
ગ્રુપ B પોઈન્ટ્સ ટેબલ પોઝિશન
દક્ષિણ આફ્રિકા સામે પાકિસ્તાનની જીત બાદ સુપર-12ના ગ્રુપ Bમાં પોઈન્ટ ટેબલની સ્થિતિ પણ ઘણી રસપ્રદ બની ગઈ છે. દક્ષિણ આફ્રિકા સામેની જીત બાદ પાકિસ્તાનના 4 પોઈન્ટ થઈ ગયા છે. આ જીત સાથે પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. હવે જો દક્ષિણ આફ્રિકાની ટીમ નેધરલેન્ડ સામેની મેચમાં હારી જશે તો પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. જો કે તમને જણાવી દઈએ કે આ ગ્રુપમાં ટીમ ઈન્ડિયા 6 પોઈન્ટ સાથે ટોપ પર છે.
ગૃપ 2માં રોચક થઇ લડાઇ
પાકિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની હાર બાદ ગૃપ 2માં લડાઇ વધુ રોચક બની ગઇ છે. ભારત માટે આસાની વાળી વાત બની ગઇ છે કે તે ઝિમ્બાબ્વેને હરાવે અને સેમિ ફાઇનલમાં પહોંચી જાય. જો ભારત આ મેચ હારી જાય છે, તો પણ તેને હારના અંતરને ઓછુ રાખવાની કોશિશ કરવી પડશે. દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડસ વિરુદ્ધ મેચમાં હારથી બચવુ પડશે, જો મેચમાં વરસાદ પડશે અને રદ્દ થશે તો દક્ષિણ આફ્રિકા માટે મુશ્કેલી ઉભી થશે. પાકિસ્તાન માટે મોકો ત્યારે બનશે જ્યારે તે બાંગ્લાદેશને હરાવે, અને દક્ષિણ આફ્રિકા પોતાની છેલ્લી મેચ હાર જાય. ભારતની હાર છતાં રન રેટના કારણે પાકિસ્તાનનુ તેનાથી આગળ નીકળવુ મુશ્કેલ બનશે.