T20 World Cup 2022, IND vs PAK: T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મુકાબલો થશે. બંને ટીમો ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર લગભગ એક લાખ દર્શકોની સામે રમશે. હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રથમ મેચ હશે. બંને ટીમો જીત સાથે શરૂઆત કરવા ઈચ્છશે. ભારતીય ટીમ છેલ્લા T20 વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે.
મેલબોર્નના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેલબોર્નની સડકો પર ભારતીય ખેલાડીઓના ચિત્રો બનાવવામાં આવ્યા છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા મુખ્ય છે.
ભારત વિ પાકિસ્તાન હેડ ટુ હેડ
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 11 T20 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે આઠ મેચ જીતીને પોતાના નામે કરી છે. પાકિસ્તાન માત્ર ત્રણ મેચ જીત્યું છે. T20 વર્લ્ડ કપની વાત કરીએ તો બંને વચ્ચે છ મેચ રમાઈ છે. ભારતે આમાં પાંચમાં જીત મેળવી છે. પાકિસ્તાનનો વિજય થયો છે.
ભારત અને પાકિસ્તાન મેચ ક્યારે શરૂ થશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી છે. ટોસ બપોરે 1:00 કલાકે થશે.
મેચનું પ્રસારણ કઈ ટીવી ચેનલ પર થશે?
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે T20 વર્લ્ડ કપના પ્રસારણના અધિકારો છે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, તમે સ્ટાર સ્પોર્ટ્સની વિવિધ ચેનલો પર દેશની અન્ય ભાષાઓમાં કોમેન્ટ્રી સાથે ભારત અને પાકિસ્તાનની મેચ જોઈ શકો છો.
ફ્રીમાં મેચ કેવી રીતે જોવી?
આ મેચ ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર ડીડી ફ્રી ડીશમાં ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે. ડીડી સ્પોર્ટ્સ ચેનલ માટે કોઈ ચાર્જ નથી. આવી સ્થિતિમાં, તમે કોઈપણ પૈસા ચૂકવ્યા વિના આ મેચ જોઈ શકો છો.
ભારત માટે શું છે ચિંતાની વાત
જોકે પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમ, વિકેટકિપર બેટ્સમેન રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીના ફોર્મ પર મહત્તમ આધાર રાખે છે. જ્યારે ભારતની ટીમમાં સુર્યકુમાર યાદવ, રાહુલ અને હાર્દિક પંડયાની આક્રમક બેટિંગ નિર્ણાયક બનશે. ભારતને ડેથ ઓવરમાં 15 થી 25 રન આપતું હોઈ ચિંતા છે. બુમરાહ, જાડેજાની પણ ખોટ સાલશે. પંત કે કાર્તિક કોને રમાડવા પ્રશ્ન છે. સ્પિનરની પસંદગી પણ મુંઝવે છે.