The Viral Video Of Shah Rukh Khan: ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં આજે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાની ક્રિકેટ ટીમ સાથે ટકરાઈ રહી છે. કોણ જીતશે તે મેચ પુરી થયા બાદ નક્કી થશે. પરંતુ આ બંને ટીમોની મેચ દરમિયાન ક્રિકેટપ્રેમીઓ ખૂબ જ રોમાંચિત છે. હવે આ દરમિયાન બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનો એક જૂનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. શું છે આ વીડિયોમાં તે અમે તમને જણાવીશું.


 






શાહરૂખના આ વીડિયોએ ચાહકોને એક્સાઈટેડ કરી દીધા
શાહરૂખ ખાનનો આ વીડિયો 2007 T20 વર્લ્ડ કપ દરમિયાનનો છે. શાહરૂખ ખાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા ગયો હતો. શાહરૂખે તે મેચ ખૂબ એન્જોય કરી હતી. શાહરૂખના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તેણે કેવી રીતે ભારતીય ક્રિકેટ ટીમને જીત પર અભિનંદન પાઠવ્યા હતા. શાહરૂખના ખોળામાં આર્યન ખાનને પણ જોઈ શકાય છે, જે તે સમયે ખૂબ જ નાનો હતો. 2007ની તે મેચમાં ભારતે પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ વાયરલ વીડિયો શાહરૂખ ખાનના એક ફેન ક્લબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો.


ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ખાસ હોય છે
ભારત અને પાકિસ્તાનની મેચ બંને ટીમના ચાહકો માટે હંમેશા ખાસ હોય છે. ટી20 વર્લ્ડ કપ 2022માં બંને ટીમો વચ્ચે આ પહેલી મેચ છે. ભારતીય ટીમ માટે ખાસ વાત એ છે કે કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત વર્લ્ડ કપમાં પ્રવેશ કરી રહી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે વર્ષ 2007ના ઈતિહાસનું ફરી એકવાર પુનરાવર્તન થાય છે કે નહીં. ચાહકોની નજર મેચ પર ટકેલી છે.