IND vs PAK : ટી20 વર્લ્ડકપમાં આજે ભારતનો પાકિસ્તાન સામે મુકાબલો છે. ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું છે. મેચમાં રાષ્ટ્રગીત દરમિયાન ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ભાવુક થયો હતો.






ભારતીય ટીમ આ પ્રમાણે છે


રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ






પાકિસ્તાનની ટીમ આ પ્રમાણે છે


બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન,  શાન મસૂદ, હૈદર અલી, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, ઇફ્તિખાર અહેમદ, આસિફ અલી, શાહીન આફ્રિદી, હરિસ રૌફ, નસીમ શાહ


ભારત વિ પાકિસ્તાન હેડ ટુ હેડ


બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 11 T20 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે આઠ મેચ જીતીને પોતાના નામે કરી છે. પાકિસ્તાન માત્ર ત્રણ મેચ જીત્યું છે. T20 વર્લ્ડ કપની વાત કરીએ તો બંને વચ્ચે છ મેચ રમાઈ છે. ભારતે આમાં પાંચમાં જીત મેળવી છે. પાકિસ્તાનનો વિજય થયો છે.


મેચનું પ્રસારણ કઈ ટીવી ચેનલ પર  થઈ રહ્યું છે


સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે T20 વર્લ્ડ કપના પ્રસારણના અધિકારો છે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, તમે સ્ટાર સ્પોર્ટ્સની વિવિધ ચેનલો પર દેશની અન્ય ભાષાઓમાં કોમેન્ટ્રી સાથે ભારત અને પાકિસ્તાનની મેચ જોઈ શકાય છે.


ફ્રીમાં મેચ કેવી રીતે જોવી?


આ મેચ ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર ડીડી ફ્રી ડીશમાં ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે. ડીડી સ્પોર્ટ્સ ચેનલ માટે કોઈ ચાર્જ નથી. આવી સ્થિતિમાં, તમે કોઈપણ પૈસા ચૂકવ્યા વિના આ મેચ જોઈ શકો છો.


આ પણ વાંચોઃ


T20 World Cup 2022, IND vs PAK: ભારત-પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મુકાબલા પહેલા વાયરલ થયા આવા memes, હસીને બઠ્ઠા વળી જશો .