ICC T20 World Cup 2024 Final: T20 વર્લ્ડ કપ 2024ની ટાઈટલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ભારતે અજેય રહીને ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં સાત વિકેટે 176 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 169 રન જ બનાવી શકી હતી. દિલધડક મેચમાં ભારતનો 7 રનથી વિજય થયો હતો. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ  20 રનમાં 3 વિકેટ, જસપ્રીત બુમરાહે 18 રનમાં 2 વિકેટ તથા અર્શદીપ સિંગહે 20 રનમાં 2 વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકા તરફથી કલાસને 27 બોલમાં 52 રનની ઈનિંગ રમી હતી. ક્વિન્ટન ડીકોકે 39 રન, સ્ટબ્લસે 31 રન અને મિલરે 21 રન બનાવ્યા હતા.


ભારતની જીત બદલ પીએમ મોદીએ અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું, "આ ભવ્ય વિજય માટે તમામ દેશવાસીઓ તરફથી ખૂબ-ખૂબ અભિનંદન. આજે 140 કરોડ દેશવાસીઓ તમારા શાનદાર પ્રદર્શન પર ગર્વ અનુભવી રહ્યા છે. તમે રમતગમતના ક્ષેત્રમાં વર્લ્ડ કપ જીત્યો, પરંતુ દેશના ગામડાઓ અને ગલીઓમાં તમે દરેકનું હૃદય જીતી ગયા."






T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 31 બોલમાં 4 છગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ફાઇનલમાં ફોર્મ બતાવ્યું હતું અને 59 બોલમાં 76 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 5 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.


ભારતની પ્લેઇંગ ઇલેવન


  ભારતીય ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ટીમ ઈન્ડિયા આ પ્રમાણે છેઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ


સાઉથ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન


એઇડન માર્કરામ (કેપ્ટન), , રીઝા હેન્ડ્રીક્સ, ક્વિન્ટન ડી કોક, ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કે જેન્સન, કેશવ મહારાજ, કાગિસો રબાડા, એનરિચ નોર્ખિયા, તબરેજ શમ્સી