IND vs SA Final, 1st Innings Highlights: T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 31 બોલમાં 4 છગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ફાઇનલમાં ફોર્મ બતાવ્યું હતું અને 59 બોલમાં 76 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 5 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.






T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સૌથી વધુ સિક્સ ફટકારનારા બેટ્સમેન



  • 6 - એમ સેમ્યુઅલ્સ વિ શ્રીલંકા, કોલંબો, 2012

  • 4 - મિસ્બાહ-ઉલ-હક વિ ભારત, જોહનિસબર્ગ, 2007

  • 4 - વિરાટ કોહલી વિ શ્રીલંકા, મીરપુર, 2014

  • 4 - સી બ્રેથવેટ વિ ઈંગ્લેન્ડ, કોલકાતા, 2016

  • 4 - મિશેલ માર્શ વિ ન્યુઝીલેન્ડ, દુબઈ, 2021

  • 4 - અક્ષર પટેલ વિ સાઉથ આફ્રિકા, બ્રિજટાઉન, 2024


ભારતની પ્લેઇંગ ઇલેવન


  ભારતીય ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ટીમ ઈન્ડિયા આ પ્રમાણે છેઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ


સાઉથ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન


એઇડન માર્કરામ (કેપ્ટન), , રીઝા હેન્ડ્રીક્સ, ક્વિન્ટન ડી કોક, ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કે જેન્સન, કેશવ મહારાજ, કાગિસો રબાડા, એનરિચ નોર્ખિયા, તબરેજ શમ્સી


રોહિત-કોહલીની ઓપનિંગનો અખતરો ન રહ્યો સફળ


આ ટૂર્નામેન્ટમાં રોહિત અને કોહલી એક વખત પણ અડધી સદીની ભાગીદારી પૂરી કરી શક્યા ન હતા. ભારતે ફાઈનલ સહિત ટુર્નામેન્ટમાં કુલ આઠ મેચ રમી હતી અને બંને બેટ્સમેન પ્રથમ વિકેટ માટે 40 રનની ભાગીદારી પણ કરી શક્યા ન હતા. બાંગ્લાદેશ સામે રોહિત અને કોહલી વચ્ચેની 39 રનની ભાગીદારી આ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ હતી. દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં, બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 23 રન જોડ્યા, જે તેમની બીજી સર્વોચ્ચ ભાગીદારી હતી. રોહિત અને કોહલીએ આયર્લેન્ડ સામે પ્રથમ મેચમાં 22 રન, પાકિસ્તાન સામે 12 રન, અમેરિકા સામે 1 રન, અફઘાનિસ્તાન સામે 11 રન, બાંગ્લાદેશ સામે 39 રન, ઓસ્ટ્રેલિયા સામે છ રન અને ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં 19 રન બનાવ્યા હતા.